વિવિધ પ્રશ્નોના ઉકેલ લાવવાની માંગ સાથે કર્મચારીઓએ બે દિવસ સુધી ઉપવાસ કરીને ફરજ નીભાવી
ઓલ ઈન્ડીયા લોકો રનીંગ સ્ટાફ એસો. દ્વારા વિવિધ પ્રશ્નો દેશભરમાં ૪૮ કલાક માટે ચલાવવામાં આવેલી ભુખ હડતાલ ગઈકાલે સંપન્ન થઈ હતી. રનીંગ સ્ટાફે બે દિવસ સુધી ભુખ્યા પેટે ભારતીય રેલનું કામકાજ કર્યું હતુ.
રનીંગ એલાઉન્સ કમીટીના મુજબ રનીંગ સ્ટાફના કીલોમીટર ભથ્થા નકકી કરવા આરબીઈ ૧૩-૨૦-૮ના લેટર મુજબ ૨૦૧૬ પહેલા તથા પછીના રીટાયર્ડ રેલવે રનીંગ સ્ટાફના પેન્શન તેમજ ફેમેલી પેન્શન નકકી કરવું. ન્યુ પેન્શન સ્કીમ નાબુદ કરવી રનીંગ મની હાલતમાં સુધારો કરવો તથા રેલવે બોર્ડની ગાઈડ લાઈન મુજબ સર્વે રનીંગ મને એસી બનાવવા રેલવે બોર્ડ આદેશ મુજબ ભારતીય રેલવેના બધા એન્જીનને એસી બનાવવા, રનીંગ સ્ટાફને પીરીયાડીકલ રેસ્ટ તથા દૈનિક રેસ્ટ બંને સાથે આપવા ભારતીય રેલવેમાં રનીંગ સ્ટાફની ખાલી પડેલ જગ્યાઓ વહેલી તકે ભરવી વગેરે માંગ ઉઠાવી છે.