જામનગર તાલુકાના લાવડીયા ગામમાં રહેતા બે દારૂના ધંધાર્થીઓ કે જેઓએ જામનગર શહેરના રણજીત સાગર રોડ પર પુષ્કર સોસાયટીમાં એક મકાનના ઇંગ્લિશ દારૂની બાટલી નો જથ્થો ઉતાર્યો છે, અને કાર મારફતે ગોવા થી દારૂ આયાત કરીને તેને ઉતારવાની પરવી કરી રહ્યા છે.
જે બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ ગઈકાલે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન મકાનમાં ઉતારવામાં આવેલો ૧૧૪ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ઇંગ્લિશ દારૂ, મોબાઈલ ફોન તથા એક કાર સહિત ૫,૫૫,૬૦૦ ની માલમતા કબજે કરી છે.
જયારે ઇંગ્લિશ દારૂ ની હેરાફેરી કરી રહેલા મૂળ લાવડીયા ગામના ઉપેન્દ્ર રમેશભાઈ ચાંદ્રા તેમજ સંજય કાંતિભાઈ ભદ્રા બંનેની અટકાયત કરી લીધી છે. તેઓની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂ ગોવાના વતની સંજુભાઈ નામના શખ્સ મારફતે મેળવ્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે, અને તપાસનો દૂર ગોવા સુધી લંબાવાયો છે.
અહેવાલ: સાગર સંઘાણી