પ્રેસીડેન્ટ તરીકે ડો.ઈશેસ વાજા, વા.પ્રેસીડેન્ટ તરીકે ડો.દીપક મશરૂની નિમણુંક
ભારતમાં અંગ્રેજીના શિક્ષકોના સૌથી મોટા નેટવર્ક (IATEFL, યુ.કે. ના સહયોગી) ઈંગ્લીશ લેંગ્વેજ ટીચર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા ની સ્થાપના 7 ઓગસ્ટ, 1969 ના રોજ જાણીતા શિક્ષણશાસ્ત્રી પદ્મશ્રી એસ. નટરાજન દ્વારા કરવામાં આવી હતી. વાર્ષિક પરિષદો અને પ્રાદેશિક પરિષદોનું આયોજન કરે છે. દેશભરના તેમજ દુનિયાભરના પ્રતિનિધિઓ તેમાં ભાગ લે છે, પેપર રજૂ કરે છે અને વર્કશોપ આયોજિત કરે છે.
આ અંગે ઈંગ્લીશ લેંગ્વેજ ટીચર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા રાજકોટ ચેપ્ટરના પ્રેસિડેન્ટ ડો. ઇરોસ વાજાએ જણાવ્યું હતું કે અંગ્રેજી ભાષાનું મહત્વ વૈશ્વિક સ્તરે દિનપ્રતિદિન વધી રહ્યું છે ત્યારે ગુજરાતના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શિક્ષણવિદોમાં ભાષાની સમજ વધુ વિકસિત થાય તે માટે હંમેશા પ્રયત્નશીલ રહેશે અને વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો, સેમિનાર, કોન્ફરન્સ, ભાષા-સાહિત્યની ગોષ્ઠિઓ દ્વારા વિદ્યાર્થીઓ અને ભાષાના શિક્ષકોને એક મંચ પૂરું પાડી વધુ નજીક લાવવાનું ઉમદા કાર્ય કરશે.
વાઇસ પ્રેસિડેન્ટ ડો. દીપક મશરૂએ ઉમેર્યું હતું કે ભાષા માનવ માત્ર માટે મહત્વની છે અને જયારે અંગ્રેજી જેવી આંતરરાષ્ટ્રીય ભાષાના વિદ્વાન શિક્ષકો એક છત્ર નીચે એકઠા થાય ત્યારે એનો સીધો લાભ વિદ્યાર્થીઓ અને સમાજને થાય એ ખૂબ સ્વાભાવિક છે. આ તકે વાઇસ પ્રેસિડેન્ટ ચેપ્ટર હેડ ડો. જીતેન ઉધાસે કહ્યું હતું કે અંગ્રેજી ભાષા શિક્ષણને સમર્પિત ખ્યાતનામ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા છે જે આપણા ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ભાષા સજ્જતા તથા સમજને વધુ વિકસિત કરશે.
સચિવ – ડો. રવિરાજ રાવલ, ખજાનચી – ડો. ચિરાગ દરજી, સંયુક્ત સચિવો – ડો. કલ્યાણી રાવલ તથા ડો. પરેશ બાંભણીયા, કારોબારી સભ્યો – ડો. નેહલ શિંગાળા, ડો. સ્મિતા ગઢવી, ડો. અંજના પ્રજાપતિ, ડો. અલ્પેશ નાકરાણી તથા રોહિત પેથાણીની નિમણૂંક કરવામાં આવી છે.