ટેટ્ટુ મૂળ જાપાનની પ્રણાલી છે: છેલ્લા બે દશકાથી રાજકોટમાં ક્રેઝ છે: અગાઉ શરીર ઉપર છુંદણા કે ત્રાજવા ત્રોફાવતા જે આજે ર૧મી સદીમાં નવા રંગરૂપ સાથે ફેશન બની ગઇ
પ્રાચીન ભારતમાં રહેતી આદિવાસી પ્રજા પથ્થરને ધસીને મસ બનાવે તેમાં નાળિયેર ઓઇલ મીકસ કરીને તેમાં કલરને પાકો કરવા ‘બીઓ’નું કે જેમાંથી ઓઇલ નીકળે તે તેમાં મીકસ કરતાં. આજદિવસ સુધી ‘બીઓ’ લાકડું વપરાય છે. જેનો ઉપયોગ ઢોલકની ફરતી રીંગ લગાડે તેમાં કરે છે. મૂળ જાપાનની પ્રણાલી છે છેલ્લા બે દશકાથી ભારતમાં કે રાજકોટમાં યુવા વર્ગની ચાહક બની છે. અગાઉ શરીરનાં દેખાતા અંગે મુખ્યત્વે હાથમાં છુંદણા કે ત્રાજવા ત્રોફાવતા જેમાં વિવિધ આકારો, નામ, ભગવાનના ફોટા, ૐ જેવા ચિત્રો અંકિત કરતાં. વિકસતી સંસ્કૃતિએ પ્રગતિ કરતાં ર૧મી સદીમાં ‘ટેટ્ટુ’ ચલણમાં આવી ગયું. હાથ, હોઠની નીચે, ગળાની નીચે, આંતની બાજુમાં, કોણીનો સાઇડનો ભાગ, પંગના પંજા જેવા ખુલ્લા પંજા જેવા ખુલ્લા રહેતા શરીરનાં ભાગો પર ટેટ્ટુ કરવાનો આજના જમાના ક્રેઝ છે. આજે રાજકોટ શહેરમાં અંદાજે પ૦ જેટલી શોપમાં ટેટ્ટુ બનાવી અપાય છે. પરંતુ તે પૈકી ૧૦ જેટલા ટેટ્ટુ નિર્માણ કાર યુવા વર્ગના મનપસંદ છે. આ વિષયનાં નિષ્ણાંત ટેટ્ટુ માસ્ટર અશ્ર્વિન હિરાણી, નીતીન ગોહેલે જણાવેલ છે કે ટેટ્ટુ બનાવવામાં સાવચેતી રાખવી. સારી જગ્યાએ કરાવવા કારણ કે એક વાર બની ગયા પછી તેને દુર કરવા ઘણો ખર્ચ કરવો પડે છે. આજે તો રૂા ૨૦૦ થી ૨૦૦૦ સુધીનાં ટેટ્ટુ યુવા વર્ગ બનાવે છે.
ટેટ્ટુ બનાવનાર તમામ સાધનો ડિસ્પોઝેબરલ યુઝ કે ઉપયોગ કરે છે. તેથી ચામડીના રોગો કે એચ.આઇ.વી. જેવો ચેપ લાગવાનો ડર રહેતો નથી.
રંગીલા રાજકોનાં યુવા રાજકોટિયન છોકરા-છોકરીઓ ટ્રાયબલ, ડીઝાઇન, મીનીંગ ફુલ માવલી, ભૌમિતિક આકારો, ૐ: પતંગીયું, મહાદેવ, ફલાવર, મોમ-ડેડ ના નામ ફોટા છોકરા-છોકરીના નામ ભગવાનનાાં ટેટ્ટુ શ્ર્લોક, મહાદેવ, ગણેશા, પ્રાણીઓમાં ટાઇગર, લાયન, હોર્સ- કે કાચબો જેવા વિવિધ ચિત્ર કામ કરાવે છે. ટેટ્ટુ નિર્માણ કરનાર સારો ચિત્રકાર પણ હોવો જરુરી છે. કારણ કે ડિઝાઇન તે બનાવે છે. છોકરાની સાથે છોકરીઓને પણ ટેટ્ટુનું ઘેલું લાગેલ છે, તે હાથ ઉપર સોલ્ડર નીચે કે પગમાં ટેટ્ટુ કરાવે છે. એબીસીડી-ર ફિલ્મનું ગીત ‘અંગ્રેજી મે સૈયા કર લીયા… તેરે નામ કા ટેટ્ટુ’ યુવા વર્ગમાં ખુબ જ મનપસંદ ગીત બન્યું હતું.
ટેટ્ટુ ની રીતમાં પ્રથમ રેઝરથી વાળ કલીન કરીને સ્ટેનશીલથી છપાઇ કામ કરાય છે. જેમાં હાઇજેનીક ટ્રોલીનો ઉપયોગ થાય છે. બધી જ વસ્તુ યુઝ એન્ડ થ્રો નો ઉપયોગ થાય છે. જેમાં નીડલ, ઇન્ક, મટીરીયલ, આર્ટીસ્ટ કરતાં હોય એવું પરફેકશન સાથે સુઁદર ઓપ આપે છે. ૧ ઇંચનું ર૦ મીનીટમાં તો ભગવાનનો ફોટો હોય તો બે કલાકમાં તૈયાર થઇ જાય છે.
વિરાટ કોહલીએ પણ અહિં કરાવ્યું છે ટેટ્ટુ !!
રાજકોટમાં ક્રિકેટરો ફિલ્મ સ્ટાર, ટીવી સીરીયલના કલાકારોએ ટેટ્ટુ કરાવેલ છે. જેમાં ક્રિકેટર વિરાટ કોહલી, શિખર ધવલ, રવિન્દ્ર જાડેજા, શેલ્ડન જેકસન, મુરલી કાર્તિક, સીરીયલના તારક મહેતાના દયાભાભી દિશા વાંકાણી, હિન્દી ફિલ્મના જાણીતા કોમેડીયન ટીકુ તલસાણીયા, અપરા મહેતા, હેમાલી મહેતા, વૈશાલી ત્રિવેદી, નયન શુકલા જેવા કલાકારો રંગીલા રાજકોટનાં ટેટ્ટુ શોપમાં ટેટ્ટુ કરાવેલ છે.