બેન સ્ટોકસની સુઝબુઝભરી રમત અને સેમ કરનની ત્રણ મહત્વપૂર્ણ વિકેટ ઇંગ્લેન્ડની જીતનું રહસ્ય
ટી20 વિશ્વપ 2022નું સરતાજ ઇંગ્લેન્ડ બની છે. મેચ પૂર્વે ઇંગ્લેન્ડના સુકાની જોસ બટલરે ટોસ જીતી પાકિસ્તાનને પહેલા બેટીંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ઇંગ્લેન્ડ ચેસ કરવામાં માહિર હોવાથી ટોસ જીતી વિપક્ષી ટીમને બેટિંગ કરવા આમંત્રણ પાઠવ્યું હતું. ઇંગ્લેન્ડના બોલરોએ ખુબજ ડીસીપ્લીન સાથે બોલિંગ કરી પાકિસ્તાનને દરેક સ્તરે બેકફૂટ ઉપર રાખ્યું હતું અને પરિણામે ટીમ માત્ર ને માત્ર 137 રનજ બનાવી શકી હતી. તો સામે 138 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની શરૂઆત પણ નબળી રહી હતી અને તેને તેની મહત્વપૂર્ણ 3 વિકેટ 49 રન માજ ગુમાવી દીધી હતી. એક સ્થિતિએ મેચ અત્યંત રોમાંચક તબબકામાં આવી પહોંચ્યો હતો અને લાગતું હતું કે પાકિસ્તાન મેચ જીતી જશે. પરંતુ બેન સ્ટોકસની રમતે ટીમને જીત અપાવી હતી.
ફાઇનલ મેચમાં બેન સ્ટોકે સાવધાની પૂર્વક બેટીંગની મદદથી ઈંગ્લેન્ડની ટીમે મેચ જીત્યો હતો . બેન સ્ટોકે 49 બોલમાં 52 રન કર્યા હતા. પાકિસ્તાન હરાવીને ઇંગ્લેન્ડ બીજી વખત ટી20 વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. ઈંગ્લેન્ડે 5 વેકેટે 138 રન કરી વર્લ્ડકપની ફાઈનલ મેચમાં વિજય મેળવ્યો છે. પાકિસ્તાનની ટીમે 8 વિકેટે 137 રન બનાવ્યા હતા. તેણે ઈંગ્લેન્ડને જીતવા માટે 138 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાન તરફથી સૌથી વધુ રન શાન મસુદે 38 અને બાબર આઝમે 32 રન ફટકાર્યા હતા. તો ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ વિકેટ સેમ કુરાને 3, આદિલ રશીદ અને ક્રિસ જોર્ડને 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે બેન સ્ટોકે એક વિકેટ ઝડપી હતી.
આ છે ઇંગ્લેન્ડની જીતના સાત મુદ્દાઓ
- પાવર પ્લેમાં પાકિસ્તાનની નબળી શરૂઆત ઇંગ્લેન્ડ માટે ખૂબ ઉપયોગી નીવડી સેમિફાઇનલમાં પાકિસ્તાનના ઓપનર બાબરાઝમ અને રીઝવાને અર્થ સદી ફટકારી હતી અને તે પૂર્વના મેચોમાં પણ મોહમ્મદ રિઝવાન નું પ્રદર્શન ખૂબ ઉપયોગી સાબિત થયું હતું પરંતુ ફાઇનલ મેચમાં પાકિસ્તાનની ટીમ પાવર પ્લેમાં માત્ર ને માત્ર 39 રન જ બનાવી શકી હતી જે ઇંગ્લેન્ડ માટે એક મહત્વપૂર્ણ મુદ્દો સાબિત થયો. પાવર પ્લેમાં ઓછા રન બનતા ની સાથે જ પાકિસ્તાનની ટીમ પ્રેસરમાં આવી ગઈ હતી અને સંતુલન ગુમાવી પોતાના ખેલાડીઓને આઉટ થતા જોયા હતા.
- પ્રથમ 8 ઓવરમાં જ મહત્વપૂર્ણ વિકેટો પાકિસ્તાને ગુમાવી દીધી હતી અને ઇંગ્લેન્ડના બોલરો પાકિસ્તાન ઉપર હાવી થયા હતા. બાબર આઝમ અને કાર બે ઓવરમાં જ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી અને પાકિસ્તાન બે ફૂટ ઉપર ધકેલાઈ ગયું હતું.
- મિડલ ઓવરમાં જે રીતે બેટિંગ દ્વારા રન ગતિને તીવ્ર બનાવવામાં આવી જોઈએ તે પાકિસ્તાન કરવામાં નિષ્ફળ નીવડ્યું હતું અને સતત વિકેટો પડતા પાકિસ્તાન મજબૂત સ્થિતિમાં આવી શક્યું ન હતું સામે ઇંગ્લેન્ડના બોલરોએ પણ સૂઝબુજ ભરી બોલિંગ કરી પાકિસ્તાનના બેટ્સમેનોને સતત હેરાન પરેશાન કર્યા હતા. 16મી ઓવરમાં પાકિસ્તાને પોતાની ચાર વિકેટો ગુમાવી 119 રનજ નોંધાવ્યા હતા. જે રીતે રન ગતિને તે જ બનાવવામાં આવી જોઈએ તે કરવામાં પાકિસ્તાનના બેટ્સમેનો નિષ્ફળ નીવડ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી છેલ્લી ચાર ઓવરમાં કરન અને જોર્ડને માત્રને માત્ર 31 રન આપી 4 વિકેટ ઝડપી હતી.
- પાવર પ્લેનો જે રીતે ઉપયોગ દરેક ટીમોએ કરવો જોઈએ તે કરવામાં ફાઇનલમાં પાકિસ્તાન ઉણુ ઉતાર્યું હતું અને ફિલ્ડ રિસ્ટ્રિક્શન ને જે રીતે તેનો ઉપયોગ થવો જોઈએ તે કરી શક્યું નહોતું અને પાકિસ્તાનને પાવર પ્લેમાં માત્રને માત્ર 39 રન નોંધાવી એક વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ સાતમી ઓવરથી 10 મી ઓવર વચ્ચે પાકિસ્તાને માત્ર અને માત્ર 29 રન જ નોંધાવ્યા હતા અને પછી વાત જો કરવામાં આવે તો 11મી ઓવરથી લઈ 15મી ઓવર સુધી પાકિસ્તાન 38 રન નોંધાવી બે વિકેટ ગુમાવી હતી ત્યારે જે રનગતિ જે મુજબ હોવી જોઈએ તે થઈ શકી ન હતી.
- 138 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે પણ સંકટ નો સામનો કરવો પડ્યો હતો અને ઇંગ્લેન્ડ એ પણ ધીમી શરૂઆત કરી હતી અને પ્રથમ છ ઓવર એટલે કે પાવર પ્લેમાં ઇંગ્લેન્ડ એ પોતાની ત્રણ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. બેન સ્ટોકસ ની સુઝ ભુજ ભરી રમત અને ફાઇનલ મુકાબલા માં રમવામાં આવતી રમતથી ઇંગ્લેન્ડની ટીમ એ પાંચ વિકેટ એ પાકિસ્તાનને માત આપી હતી.
- ટી20 વિશ્વ કપમાં ઇંગ્લેન્ડ તરફ થી બેન સ્ટોપ દ્વારા જે રમત રમાવી જોઈએ તે જોવા મળી ન હતી પરંતુ ફાઇનલમાં બેન સ્ટોક્સે ખૂબ હકારાત્મક અભિગમ સાથે રમત રમી હતી અને ઇંગ્લેન્ડની જીતમાં સિંહ ફાળો આપ્યો હતો જેથી એ વાત સ્પષ્ટ છે કે બેન સ્ટોપ મોટા અને અહમ મેચનો ખેલાડી છે.
- મેચ દરમિયાન શાહીન આફ્રિદી ને ઇજા થતા પાકિસ્તાનનું બોલિંગ યુનિટ ખૂબ નિરાશ થયું હતું અને બેકફૂટ ઉપર જોવા મળ્યું હતું જેનું બીજું મુખ્ય કારણ એ છે કે પાકિસ્તાન શાહીન આફ્રિદી ઉપર વધુને વધુ નિર્ભર હોવાના કારણે સમગ્ર મેચ ની જવાબદારી આફ્રિદીના ખંભે આવી ગઈ હતી અને તેમાં પણ તે ઇજાગ્રસ્ત થતા ટીમનું મોરલ પણ ખૂબ જ ઘટ્યું હતું.