એસીઝ ટેસ્ટ
પાર્ટ ટાઈમ બોલર હોય વિકેટો ઝડપી : એન્ડરસન- બ્રોડ જેવા બોલરો પ્રથમ દિવસે ઉણા ઉતર્યા
પ્રથમ એસિઝ ટેસ્ટ ઇંગ્લેન્ડ માટે એસિડ ટેસ્ટ સાબિત થયો હતો જેમાં ઇંગ્લેન્ડ એ હારનો સામનો કરવો પડ્યો હતો જેની પાછળનું મુખ્ય કારણ તેની બોલિંગ યુનિટ સાબિત થઈ હતી એ જ ભૂલ પાછી ગઈકાલથી શરૂ થયેલા બીજા ટેસ્ટમાં જોવા મળે છે. ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય ઇંગ્લેન્ડ માટે જાણે જોખમી સાબિત થયો હોય તેવું સાબિત થયું છે કારણ કે પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયાની ટીમે 5 વિકેટ ગુમાવી 349 રન નોંધાવ્યા હતા જેમાં તે ઉસ્મીત હજુ પણ 85 રને રમી રહ્યો છે. એટલું જ નહીં ઓસ્ટ્રેલિયાની જે પાંચ વિકેટ પડી છે તેની પાછળ ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલરો નહીં પરંતુ પાર્ટ ટાઈમ બોલરો કારગત નીવડ્યા હતા. હાલની સ્થિતિને ધ્યાને લઇ એવા સ્પષ્ટ થઈ ચૂકી છે કે ઇંગ્લેન્ડ નું બોલિંગ યુનિટ સંપૂર્ણપણે જાણે ધરાશય થઈ ગયું હોય.
બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નર અને ઉસ્માન ખ્વાજા એ 73 રનની ભાગીદારી કરી હતી અને ઇંગ્લેન્ડ ટીમમાં જ્યોસ તંગ નામના બોલરે બંને ઓપનર બેટ્સમેનોને આઉટ કર્યા હતા. મેથની સાથે 23 હેડે પણ ઓસ્ટ્રેલિયાની બાજી સંભાળી હતી પરંતુ તે 77 રન બનાવી પવેલીયન પરત ફર્યો હતો ત્યારે હાલ ઓસ્ટ્રેલિયા તરફથી 85 રન ઉપર સ્ટીવ સ્મિત અને એલેક્સ કેરી 11 રને રમી રહ્યો છે. આજના બીજા દિવસે ઇંગ્લેન્ડના બોલરોએ સારું બોલીને પ્રદર્શન કરવું પડશે અન્યથા ઓસ્ટ્રેલિયાની ટીમ મોટો સ્કોર ખડકી શકે તેમ છે જે બાદ ઇંગ્લેન્ડ માટે પરત ફરવું મુશ્કેલ સાબિત થશે.