રિસ્ક હૈ તો ઇશ્ક હૈ…
પંત-પંડ્યાની આક્રમક ઇનિંગથી ભારત વન-ડે શ્રેણી અંકે કરી: પંડ્યા મેન ઓફ ધ સીરિઝ બન્યો
રિસ્ક હૈ તો ઇશ્ક હૈ….આ કહેવત ટિમ ઇન્ડિયાએ સાર્થક કરી છે. રવિવારે કસોકસના મુકાબલામાં ઇંગ્લેન્ડનું ડિફેન્સ અને ભારતની આક્રમકતા ભરી રમતે ટિમ ઇન્ડિયાને જીત અપાવી છે અને વન-ડે શ્રેણી ભારતે જીતી લીધી છે. ભારતીય ટીમે બોલિંગમાં ઘણા ફેરફાર કર્યા અને ચહલ ઉપર દાવ લગાવતા આખરીની ઓવર ચહલ-જાડેજા પાસે કરાવતા ઈંગ્લેન્ડ ટિમ માત્ર 259 રનમાં જ ધરાશાયી થઇ ગઈ હતી. ત્યારબાદ બેટિંગમાં શરૂઆતની વિકેટ પડી ગયા બાદ હાર્દિક પંડ્યા અને પંતે આક્રમક બેટીંગ કરી આસાનીથી જીત મેળવી લીધી.ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રણ મેચોની વન-ડે સીરિઝની આજે અંતિમ ત્રીજી અને નિર્ણાયક મેચમાં રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ માટે ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની ખરાબ શરૂઆત થઈ હતી.
અને 45.5 ઓવરમાં માત્ર 259 રન બનાવીને ઈંગ્લેન્ડની ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ તરફથી હાર્દિક પંડ્યાએ 4 વિકેટ ઝડપી હતી. જો કે, 260 રનોના ટાર્ગેટનો પીછો કરી રહેલી ભારતની ટીમની પણ ખરાબ શરૂઆત થઈ હતી. ગત મેચમાં 6 વિકેટ લેનાર રીસ ટોપલીએ આજે પણ ભારતના ત્રણ ઓપનિંગ બેટર્સને પેવેલિયન પરત મોકલી ભારત માટે મુશ્કેલીમાં વધારો કરી દીધો હતો. જો કે, પંત અને પંડ્યાએ શાનદાર પાર્ટનરશિપ કરીને ભારતની સ્થિતિને મજબૂત બનાવી હતી. પંતે કરિયરની પ્રથમ સદી ફટકારી ભારતને શાનદાર જીત અપાવી હતી. ભારતે 42.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 261 રન બનાવી ઈંગ્લેન્ડ સામે ત્રીજી મેચમાં શાનદાર જીત હાંસલ કરી હતી અને આ સાથે જ વન-ડે સિરીઝ પર ભારતે કબજો જમાવ્યો હતો.
260 રનોનો પીછો કરવા ઉતરેલી ભારતની ટીમની પણ ખરાબ શરૂઆત થઈ હતી. ગત મેચમાં 6 વિકેટ લેનાર રીન ટોપલીએ ભારતના ઓપનિંગ 3 બેટર્સને આઉટ કરી દીધા હતા. જેમાં શિખર ધવન 1 રન બનાવી, રોહિત શર્મા 17 રન તો વિરાટ કોહલી 17 રન બનાવી આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ સૂર્યુકુમાર યાદવ પણ 16 રન બનાવી આઉટ થઈ ગયો હતો. 4 વિકેટ પડી જતાં ભારત માટે સંકટની સ્થિતિ સર્જાઈ હતી. જો કે, પંત અને પંડ્યાએ શાનદાર પાર્ટનરશિપ કરી ભારતને મજબૂત સ્થિતિમાં લાવી દીધું હતું. જો કે, હાર્દિક પંડ્યા 55 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 71 રન બનાવી આઉટ થઈ ગયો હતો. જે બાદ રવીન્દ્ર જાડેજા ક્રિઝ પર આવ્યો હતો. આજે શાનદાર બેટિંગ કરતાં રિષભ પંતે ઈન્ટરનેશનલ વન-ડેની પ્રથમ સદી ફટકારી હતી. ભારતે 42.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 261 રન બનાવી ઈંગ્લેન્ડ સામે ત્રીજી મેચમાં શાનદાર જીત હાંસલ કરી હતી અને આ સાથે જ વન-ડે સિરીઝ પર ભારતે કબજો જમાવ્યો હતો.