ડેવિડ મલાનના સર્વાધિક 82 રન અને સેમ કરનની 3 મહત્વપૂર્ણ વિકેટ ઇંગ્લેન્ડ માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ
ઓસ્ટ્રેલિયા ખાતે ટી20 વિશ્વકપ પૂર્વે ઇંગ્લેન્ડ ત્રણ ટી ટ્વેન્ટી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે. જેમાંથી પ્રથમ બે મેચ ઇંગ્લેન્ડે જીતી ઓસ્ટ્રેલિયા સામે કરી છે ત્યારે બીજા મેચમાં ઇંગ્લેન્ડ તરફથી ડેવિડ મલાનના 82 રન અને સેમ કરણની ત્રણ મહત્વપૂર્ણ રીતે ઓસ્ટ્રેલિયાને માત આપી છે અને વિશ્વકપ પૂર્વે આત્મવિશ્વાસ પણ ઇંગ્લેન્ડની ટીમે અંકે કર્યો છે. ઓસ્ટ્રેલિયા પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો જેમાં ઇંગ્લેન્ડે સાત વિકેટ ગુમાવી 178 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયાની મજબૂત બેટિંગ લાઇન અપ જોતા એક સમય એવું લાગતું હતું કે ઓસ્ટ્રેલિયા ખૂબ સરળતાથી બીજો ટી ટ્વેન્ટી મેચ ઇંગ્લેન્ડ સામે જીતી જશે અને સિરીઝ એક એક થી ડ્રો કરશે પરંતુ ઇંગ્લેન્ડના બોલરોની સુજબુજ ભરી બોલિંગ ના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમનો આઠ રને પરાજય થયો હતો.
ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ માર્ચ અને ટીમ ડેવીડે આક્રમક રમત દાખવી હતી છતાં પણ તે તેમને વિજય અપાવવામાં નિષ્ફળ નીવડ્યા હતા. ડેવિડ મલાડની સાથે મોઈન અલીએ પણ પોતાનું આગવું પ્રદર્શન બેટિંગ અને બોલિંગમાં કર્યું હતું અને ઓસ્ટ્રેલિયા ટીમને હંફાવી હતી. વિશ્વ કપ માટે હાલ ઇંગ્લેન્ડના અન્ય ખેલાડીઓ કે જેવો પોતાની વિસ્ફોટક રમત રમવા માટે જાણીતા છે તેઓએ તેમનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવું ખૂબ જ જરૂરી બન્યું છે અને તેઓને પોતાના ફોર્મમાં પરત ફરવું પણ અનિવાર્ય થઈ ચૂક્યું છે. ઇંગ્લેન્ડ તરફથી બેન સ્ટોકસ નું ફોર્મ ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી સાબિત થશે ત્યારે વિશ્વ કપમાં ઇંગ્લેન્ડના મિડલ ઓર્ડર બેટ્સમેનો પોતાનો ઝળહળતું પ્રદર્શન કરે એ ખૂબ જ જરૂરી અને અનિવાર્ય બન્યું છે.
ઓસ્ટ્રેલિયાના સુકાની એરોન ફીન છે પણ જણાવ્યું હતું કે તેઓ મેચ દરમિયાન ફિલ્ડમાં જે પ્રદર્શન અને આક્રમ આપતા દાખવી જોઈએ તેમાં તેઓ ઉના ઉતર્યા હતા અને ઘણા ખરા કેચના ચાન્સ પણ ડ્રોપ કર્યા હતા. જો તે હાફ ચાન્સ ને ફૂલ ચાન્સ બનાવવામાં આવ્યા હોત તો પરિણામ કંઈક અલગ જ સામે આવ્યું હોત પરંતુ ટી 20 વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયાએ પોતાનું ફિલ્ડીંગ પ્રદર્શન પણ સુધારવું ખૂબ જ જરૂરી બન્યું છે.