છેલ્લે ઓવર ૧૦ બોલની રહેશે: ઇંગ્લેન્ડમાં આઇપીએલની જેમ શહેરો વચ્ચે ‘૧૦૦ બોલ્સ–અ–સાઇડ’ ટૂર્નામેન્ટ
ક્રિકેટના જનક ઇંગ્લેન્ડમાં ૨૦૦૩ની સાલમાં પ્રથમ મેચ રમાઈ ત્યાર પછી હવે એ જ દેશમાં ૧૦૦-૧૦૦ બોલની મેચ રાખવા માટેની તૈયારીઓ થઈ રહી છે. આ મેચમાં બન્ને હરીફ ટીમે વધુમાં વધુ ૧૦૦ બોલ રમવાના રહેશે અને અપેક્ષા મુજબ એ મેચનું પરિણામ મેચ જેટલું જ રોમાંચક રહેવાની ધારણા છે.
આ પ્રસ્તાવ મુજબ ઇંગ્લેન્ડનું ક્રિકેટ બોર્ડ શહેરો વચ્ચેની ૧૦૦ બોલ્સ-અ-સાઇડ ટુર્નામેન્ટ રાખવા વિચારે છે. બોર્ડના ક્ધસેપટ મુજબ પુરુષો અને મહિલાઓ, બન્ને માટે આઠ-આઠ ટીમ વચ્ચેની સ્પર્ધા રખાશે. એમાં પહેલી ૧૫ ઓવર ૬ બોલની રખાશે અને આખરી ઓવર ૧૦ બોલની રહેશે.
બોર્ડ તરફથી આ પ્રસ્તાવ કાઉન્ટી ટીમોને તેમ જ ક્રિકેટના કાયદા ઘડતી એમસીસી (મેરિલબોન ક્રિકેટ ક્લબ)ને સુપરત કરાઈ હતી અને એને સર્વાનુમતે મંજૂરી મળી રહી છે. જોકે, ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં ૧૦ બોલ રાખવા સંબંધમાં એમસીસીની મંજૂરી લેવાની બાકી છે, કારણકે એમસીસીનો ૧૭.૧ નંબરનો કાયદો કહે છે કે પિચના બન્ને છેડેથી ફેંકાનારી ઓવરમાં વધુમાં વધુ ૬ બોલ હોવા જરૂરી છે. અંતિમ ઓવરમાં ૧૦ બોલ રાખવા સંબંધમાં કાયદામાં થોડો ફેરફાર કરવો પડશે.
પાંચ અઠવાડિયા સુધી ચાલનારી આ સ્પર્ધા જે સાત કાઉન્ટીમાં રમાશે એમાં સાઉધમ્પ્ટન, બર્મિંગહમ, લીડ્સ, લંડન, મેન્ચેસ્ટર, કાર્ડિફ અને નોટિંગહમમાં રમાશે. લંડન ખાતેની મેચો લોર્ડ્સ તથા ઓવલમાં રાખવામાં આવશે.
ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડના ચીફ એક્ઝિક્યૂટિવ ઑફિસર (સીઇઓ) ટોમ હેરિસનના મતે આ અનોખા ક્ધસેપટવાળી મેચોથી ક્રિકેટ તરફ નવા ચાહકો આકર્ષાશે.
૧૨૦ બોલની મેચને બદલે ૧૦૦ બોલવાળી સ્પર્ધા રાખવા પાછળનો આયોજકોનો હેતુ એ છે કે તુલનામાં ૨૦ બોલ ઓછા રમાવાના હોવાથી મેચ બરાબર ૩ કલાકમાં પૂરી થશે. ઇંગ્લેન્ડમાં આવી મેચ સાંજે ૬.૦૦ વાગ્યે શરૂ કરીને રાત્રે મોડામાં મોડી ૯.૦૦ વાગ્યે પૂરી કરવાનો ઇરાદો છે. સામાન્ય રીતે મેચ જોવા લોકો સાંજે ઑફિસેથી છૂટ્યા બાદ મિત્રો અથવા પરિવારજનો સાથે આવતા હોય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.comSports