રોહિતે ૧૧૪ બોલમાં ૧૫ ચોગ્ગા અને ૪ છગ્ગાની મદદથી ૧૩૭ રનની તોફાની ઈનિંગ
ઈંગ્લેન્ડ સામે રમાયેલી પ્રથમ વન-ડેમાં કુલદીપ યાદવના તરખાટ અને રોહિત શર્માની શાનદાર સેન્ચ્યુરીથી ભારતે ૮ વિકેટે ભવ્ય વિજય મેળવી છે. ૨૬૯ રનના ટાર્ગેટ સામે ભારતે શિખર ધવને ૪૦ અને વિરાટ કોહલીએ ૭૫ રન બનાવ્યા તો રોહિતે ૧૧૪ બોલમાં ૧૫ ચોગ્ગા અને ૪ છગ્ગાની મદદથી ૧૩૭ રનની ઈનિંગ રમી હતી. અગાઉ કુલદીપ યાદવની શાનદાર બોલિંગના સહારે ભારતે નોટિંઘમમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં ઈંગ્લેન્ડને ૪૯.૫ ઓવરમાં ૨૬૮ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. યાદવે શાનદાર બોલિંગનું પ્રદર્શન કરતા ૧૦ ઓવરમાં માત્ર ૨૫ રન આપી ૬ વિકેટ ઝડપી. અગાઉ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને ઈંગ્લેન્ડને પ્રથમ બેટીંગ આપી હતી.
યાદવે આવતાની સાથે જ ઈંગ્લેન્ડના બેટસમેનો પર સકંજો કસી લીધો હતો. તેણે ૧૧મી ઓવરના બીજા બોલે સેટ બેટસમેન જેસને રોયને આઉટ કરી ઓપનિંગ જોડી તોડી હતી. ઈનિંગની ૧૩મી ઓવરમાં કુલદિપ ફરિવાર ત્રાટકયો હતો અને બીજા છેડેથી યુઝવેન્દ્ર ચહલે કેપ્ટન ઈયોન મોર્ગન પેવેલિયન મોકલી ઈંગ્લેન્ડની મુશ્કેલીઓ વધારી હતી. કુલદીપે તેના કેરિયરનું બેસ્ટ પર્ફોમન્સ આપ્યું હતું તો કેપ્ટન વિરાટે ટોસ જીતી બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ ઓડીઆઈમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને ધોઈ કાઢયું હતું.
કુલદીપની કરામત, ૬ વિકેટ ઝડપી ૧૧ વર્ષ જુનો રેકોર્ડ તોડયો
ભારતના ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવે માત્ર ૨૫ રન આપીને ૬ વિકેટ ઝડપીને સપાટો બોલાવતા બેટીંગ ફ્રેન્ડલી પીચ પરની પ્રથમ વન-ડેમાં ઈંગ્લેન્ડની ઈનિંગ ૨૬૮ રનમાં સમેટાઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી લડત આપવાનો પ્રયાસ કરતા સ્ટોકસ અને બટલરે અડધી સદીઓ ફટકારવાની સાથે ૯૩ રનની ભાગીદારી કરી હતી. તે બંનેના સંઘર્ષનો અંત પણ કુલદીપ યાદવે જ કર્યો હતો. કુલદીપ વન-ડેમાં રિસ્ટ સ્પિનરમાં શ્રેષ્ઠતમ દેખાવ કર્યો હતો. તેને ભારતના વન-ડે ઈતિહાસમાં ચોથા ક્રમની શ્રેષ્ઠ બોલીંગ ફિગર્સ કર્યા હતા.