ઈંગ્લેન્ડની ટીમ આગામી મહિને ભારતના પ્રવાસે આવી રહી છે. 5 ટેસ્ટ મેચની સિરીઝની શરૂઆત 25 જાન્યુઆરીએ હૈદરાબાદમાં થશે. અંતિમ ટેસ્ટ માર્ચના બીજા સપ્તાહમાં રમાશે. તે માટે ઈંગ્લેન્ડની પસંદગી સમિતિએ પાંચ ટેસ્ટ માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. વિશ્વકપ બાદ ઘુંટણની સર્જરી કરાવનાર બેન સ્ટોક્સ ટીમનો કેપ્ટન હશે.
રાજકોટ ખાતે 15 થી 19 ફેબ્રુઆરી દરમિયાન રમાશે ત્રીજો ટેસ્ટ
ઈંગ્લેન્ડે પોતાની ટીમમાં ત્રણ એવા ખેલાડીઓને સામેલ કર્યાં છે, જે અનકેપ્ડ છે. એટલે કે અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કર્યું નથી. તેમાં ફાસ્ટ બોલર ગસ એટકિંસનની સાથે સ્પિનર ટોમ હાર્ટલે અને શોએબ બશીરને ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. હાર્ટલેએ ઈંગ્લેન્ડ માટે બે વનડે મેચ રમી છે. તો એટકિંસન વિશ્વકપમાં ઈંગ્લેન્ડ ટીમનો સભ્ય હતો. 20 વર્ષના ઓફ સ્પિનર બશીરની પાસે માત્ર 6 ફર્સ્ટ ક્લાસ મેચનો અનુભવ છે.
ભારત સામે ઈંગ્લેન્ડની ટીમ
બેન સ્ટોક્સ (કેપ્ટન), રેહાન અહેમદ, જેમ્સ એન્ડરસન, ગુસ એટક્ધિસન, જોની બેયરસ્ટો, શોએબ બશીર, હેરી બ્રુક, જેક ક્રાઉલી, બેન ડકેટ, બેન ફોક્સ, ટોમ હાર્ટલી, જેક લીચ, ઓલી પોપ, ઓલી રોબિન્સન, જો રૂટ, માર્ક વુડ.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીનો કાર્યક્રમ
- પ્રથમ ટેસ્ટ : 25-29 જાન્યુઆરી (હૈદરાબાદ)
- બીજી ટેસ્ટ: 2-6 ફેબ્રુઆરી (વિશાખાપટ્ટનમ)
- ત્રીજી ટેસ્ટ: 15-19 ફેબ્રુઆરી (રાજકોટ)
- ચોથી ટેસ્ટ: 23-27 ફેબ્રુઆરી (રાંચી)