પાકિસ્તાને ભારત સામેની હાર માથી હતાસ થઈ જવાને બદલે ટીમમાં એક નવા જોસ સાથે તે સતત સારા પ્રદશનને કારણે ઈંગ્લેન્ડમાં ચાલી રહેલી ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી મેચમાં પાકિસ્તાનનો 8 વિકેટે વીજય થયો હતો અને તે ફાઇનલમાં ભારત તેમજ બાગ્લાદેશમાથી કોઈ એક ટીમ સાથે ટકરાશે. આ અગાઉ પણ પાકિસ્તાને સાલ 1992માં ઈંગ્લેન્ડને વર્લ્ડકપની ફાઇનલમાં હરાવી ખિતાબ એને નામે કર્યો હતો. ઈંગ્લેન્ડની ટીમ એ મેચનો બદલો લઈ ન શકી અને ફરી આજે પાકિસ્તાનની જીત થઈ હતી. આ મેચ પેહલા ઈંગ્લેન્ડની ટીમ અજેય હતી અને ચેમ્પિયન ટ્રોફી માટે મજબૂત દાવેદાર હતી. ઈંગ્લેન્ડને શરૂઆતથી જ ફેરવિટ માનવમાં આવતું હતું પરંતુ જીત આખર જીત છે અને પાકિસ્તાને મેચ જીતીને બતાવી દીધું છે કે હજુ પાકિસ્તાનની ટીમ ઊલટફેર કરી શકે તેમ છે. મેચ પછી પાકિસ્તાનના કેપ્ટનને જણાવ્યુ કે ભારત સામેની હાર પછી અમારા વધારે જુસ્સો અને સ્પીરટ આવી જેથી બાકીને મેચમાં અમે તેનું પરિણામ દેખાડી ફાઇનલ સુધી જગ્યા બનાવી હતી. પાકિસ્તાનની ટીમ ભારત સામેની હાર પછી એક સમયે એવું લાગતું હતું કે તે શ્રીલંકા સામે પણ હારી જશે પણ પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહમદે એક બહતરીન પારી રમીને ટીમને જીત આપવી અને સેમિફાઇનલ જગ્યા બનાવી હતી. સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 211 રન બનાવ્યા હતા તેના જવાબમાં પાકિસ્તાને 37.1 જ ઓવરમાં બે વિકેટ ગુમાવીને 215 રન બનાવી મેચ જીતી હતી.
Trending
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો
- બાયપાસ ચાર્જિંગ શું છે જાણો અહિ…