વન-ડેમાં ૧૭ સિકસ ફટકારી ઈયોન મોર્ગને સ્થાપ્યો નવો રેકોર્ડ

ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી વર્લ્ડકપની ૨૪મી મેચ પૂર્ણત: એકતરફી બની રહી હતી. ઈંગ્લેન્ડના વિસ્ફોરૂટક ૩૯૬ રન સામે અફઘાનિસ્તાન મેચના એકપણ તબક્કે પડકાર સર્જી શક્યું ન હતું અને ૨૪૭ રન કરી શક્યું હતું. ઈંગ્લેન્ડ વતી ૧૪૮ રનની ઈનિંગ રમનાર કેપ્ટન મોર્ગન મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો. આ હાર સાથે અફઘાનિસ્તાન પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લા સ્થાને રહ્યું છે અને હવે તેની વર્લ્ડકપમાં આગળ વધવાની કોઈ આશા રહી નથી.

અગાઉ કેપ્ટન ઈયોન મોર્ગનની ૧૪૮ રનની સ્ફોરૂટક ઈનિંગની મદદથી ઈંગ્લેન્ડે ૬ વિકેરૂટના ભોગે ૩૯૭ રનનો તોતિંગ સ્કોર ખડો કર્યો હતો. મોર્ગને ૫૭ બોલમાં સદી કરી હતી. વર્લ્ડકપના ઈતિહાસની આ સૌથી ફાસ્ટ સેન્ચુરી છે. મોર્ગને પોતાની ઈનિંગમાં કુલ ૧૭ સીક્સ ફરૂટકારી. આ સાથે જ મોર્ગન વનડેમાં સૌથી વધુ સીક્સ લગાવનાર બેટ્સમેન બની ગયો. તેને વેસ્ટઈન્ડિઝના ક્રિસ ગેલ, ભારતના રોહિત શર્મા અને દક્ષિણ આફ્રિકાના એબી ડિવિલયર્સના ૧૬-૧૬ છગ્ગાનો રેકોર્ડ તોડ્યો છે. તેઓએ વર્લ્ડ કપમાં સૌથી વધુ સીક્સ મારનાર ખેલાડી પણ બની ગયો છે. તેને ઓસ્ટ્રેલિયાના એરોન ફિંચ (૧૪ સીક્સ)ને પાછળ છોડ્યા છે.

મોર્ગને ‚રૂટની સાથે ત્રીજી વિકેરૂટ માટે ૧૮૯ રનની ભાગીદારી કરી. ‚રૂટ ૮૮ રન બનાવીને આઉરૂટ થયો. આ પહેલાં જોની બેયરસ્ટો સદી કરતાં ચૂક્યો હતો, તે ૯૦ રનનાં સ્કોર પર ગુલબદ્દીન નઇબની ઓવરમાં આઉરૂટ થયો. બેયરસ્ટોએ ૯૯ બોલમાં ૮ ફોર અને ૩ સીક્સ મારી હતી. તેઓએ બીજી વિકેરૂટ માટે જો ‚રૂટની સાથે ૧૨૦ રનની ભાગીદારી કરી હતી. તો પહેલી વખત વર્લ્ડ કપ રમી રહેલા જેમ્સ વિંસ ૩૧ બોલમાં ૨૬ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. દૌલત જાદરાનની બોલમાં મુજીબ ઉર રહેમાને તેનો કેચ કર્યો હતો. આ પહેલાં ઈંગ્લિશ ટીમે બે ફેરફાર કર્યા હતા. ઈજાગ્રસ્ત જેસન રોયની જગ્યાએ જેમ્સ વિંસ અને લિયમ પ્લંકેરૂટની જગ્યાએ મોઈન અલીને ટીમમાં સ્થાન મળ્યું છે. અફઘાનિસ્તાને આફતાબ આલમ, હઝરતઉલ્લા જજાઇ અને હામિદ હસનને ટીમમાંથી બહાર કર્યો છે. ત્રણેયની જગ્યાએ દૌલત જાદરાન, નજીબુલ્લાહ જાદરાન અને મુજીબ ઉર રહેમાનને ટીમમાં સામેલ કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.