પોલેન્ડને 3-1થી હરાવી ફ્રાન્સ પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું !!!
ફિફા વિશ્વકપ અત્યંત રોમાંચક તબક્કામાં આવી પહોંચ્યો છે જેમાં ટોપ 16ની ટીમ વચ્ચે અત્યંત રોમાંચક મુકાબલાઓ રમવામાં આવી રહ્યા છે. ત્યારે ઇંગ્લેન્ડે સેનેગલને ત્રણ ઝીરો થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે તો બીજી તરફ ફ્રાંસે પણ પોલેન્ડને ત્રણે એકથી માત આપી ક્વોટર ફાઇનલમાં સ્થાન અંકે કર્યું છે. ઇંગ્લેન્ડના પાટુર્નામેન્ટમાં કુલ 12 ગોલ નોંધાયા છે જે રશિયાની સમકક્ષ છે.
સેનેગલ અને ઇંગ્લેન્ડ વચ્ચેના મેચમાં ઇંગ્લેન્ડએ ઘણી મહેનત કરવી પડી હતી અને 38 મિનિટે પ્રથમ ગોલ કરવામાં આવ્યો હતો. ઇંગ્લેન્ડ હવે ક્વાર્ટર ફાઇનલમાં પોતાની નબળાઈ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે અને ક્વોટર ફાઇનલમાં પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન હાથ ધરશે. મેચના પ્રથમ મિનિટોમાં ઇંગ્લેન્ડ ઉપર સેનેગલનું પ્રભુત્વ વધુ જોવા મળતું હતું પરંતુ 38 મિનિટ બાદ જે કોલ ફટકાવવામાં આવ્યો તે બાદ ઇંગ્લેન્ડની મનોસ્થિતિમાં અનેક અંશે સુધારો જોવા મળ્યો અને તે મેચને જીત તરફ લઈ ગયા. વોટર ફાઇનલ પણ અત્યંત રોમાંચક તબક્કામાં જોવા મળશે અને તે અનેક ટીમો માટે પડકારરૂપ સાબિત થશે. પોતાની ઉત્કૃષ્ટ રમતના પગલે નેધરલેન્ડઅને સેનેગલે આખરી રાઉન્ડની લીગ મેચમાં વિજયી દેખાવ કરતાં ફિફા વર્લ્ડકપની પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. આફ્રિકન ટીમ સેનેગલે ભારે સંઘર્ષ બાદ 2-1થી સાઉથ અમેરિકન જાયન્ટ્સ એક્વાડોરને પરાસ્ત કરતાં આગેકૂચ કરી હતી. એક્વાડોર અને યજમાન કતાર બહાર ફેંકાયા હતા.