બંને ટીમોએ ૧-૧ ગોલ બનાવ્યા બાદ કેપ્ટન હૈરીએ ઈંગ્લેન્ડની જીત નિશ્ચીત કરાવી
ઈંગ્લેન્ડની ફુટબોલ ટીમના કેપ્ટન હેરી કેનની આંખોમાં આસુ હતા તો સ્ટેડિયમના હજારો લોકોની આંખો પણ નમ હતી.
ફર્ક એટલો હતો કે હૈરી કેનની આંખોમાં ઈંગ્લેન્ડની જીતના આંસુ હતા ત્યારે કોલંબીયન દર્શકોને પોતાની ટીમની હારથી માયુસી છવાઈ હતી.બંને ટીમો વચ્ચે ૧૨૦ મિનિટ સુધી હરિફાઈ થઈ હતી.નિર્ધારીત સમય સુધી ટીમોએ એક-એક ગોલ કર્યા હતા અને એકસ્ટ્રા ટાઈમમાં વધુ ગોલ કરવાની સતત કોશિષ કરી હતી.આખરે પેનલ્ટી શુટઆઉટથી છેલ્લા મુકાબલા માટેનો નિર્ણય લેવાયો હતો. જેમાં ઈંગ્લેન્ડે બાઝી મારી હતી.
કોલંબીયાની કાર્લોસની કિકથી ઈંગ્લેન્ડને જીત મળી હતી. ત્યારબાદ ઈરિક જોર્ડન વિકફોર્ડે ગોલચીને ચકમો આપી ગોલ કરી ટીમને આખરી ૮માં સ્થાન અપાવ્યું હતું.
ઈંગ્લેન્ડે ૪-૩ થી મેચ જીત્યો હતો. હવે કવોટર ફાઈનલમાં ઈંગ્લેન્ડનો મુકાબલો સ્વીડન સાથે થશે.ઈંગ્લેન્ડ તરફથી પહેલો ગોલ બીજા હાફમાં કેપ્ટન હૈરી કેને પેનલ્ટી કિકથી કર્યો હતો.