સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન સાંકળચંદ પટેલ કોલેજ ઓફ યુનિ. માં અભ્યાસ કરતા બીજા સેમીસ્ટરના વિઘાર્થીઓ માટે તા. 10 ના રોજ સમર્થ ડાયમંડ, વિસનગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ વીઝીટ યોજવામાં આવી હતી. જેમાં સાંકળચંદ એન્જીનીયરીંગ કોલેજમાં જ ભણેલ મિલન પટેલ કે જે હાલમાં સમર્થ ડાયમંડમાં આઇ.ટી. ટીમના હેડ છે જેમણે અન. ત્યાંના અન્ય સ્ટાફ દ્વારા સમગ્ર કંપનીની માહીતી તથા વિઘાર્થીઓને હીરા ઉઘોગમાં કમ્પ્યુટર અને આઇટીની અલગ અલગ જગ્યાએ થતી એપ્લિકેશન બાબતે જાણકારી આપેલ.
વિઘાર્થીઓને જર્મન ટેકનોલોજી પર ઓટોમેટિક કામ કરતા મશીનો તથા પ્રોગ્રામિંગ દ્વારા બનતા અલગ અલગ કિંમતી હીરાના ઉત્પાદન ને જોવાનો લાભ મળ્યો. વિઘાર્થીઓ માટે આ પ્રકારના આયોજન થાય તે માટે સંસ્થાના પ્રિન્સીપાલ ડો. ડી.જે. શાહ દ્વારા સતત પ્રોત્સાહન આપવામાં આવે છે.
સમગ્ર વિઝીંટને સફળ બનાવવા કો-ઓઠડીનેટર ડો. જે.જે. પટેલ તથા ડો. મનીષ પટેલ તથા પ્રો. વીધી પટેલ અને એપ્લાઇડ અને હ્મમાનીટી ડિપાર્ટમેન્ટના તમામ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવેલ હતી.