વિજ્ઞાન, ગણિતમાં ભલે થોડા ઓછા માર્ક આવે પણ જો બીજી કલા હસ્તગત કરી હશે તો તે વિદ્યાર્થી જીવન યાત્રામાં પાછો ન પડે!!!આજે યુવા પેઢી ફરી પછી કલા ક્ષેત્રે આગળ વધી રહી છે અને તેનું મહત્વ પણ વધ્યું છે
એક સર્વે મુજબ ધો.12 પછી એક તૃતીયાંશ વિધાર્થી આર્ટ્સ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવી ઉજ્વળ ભવિષ્ય બનાવવા એક કદમ આગળ ધર્યું છે
શિક્ષણમાં બાળકનાં સંર્વાગી વિકાસનું ઘણું મહત્વ છે ખાલી પરીક્ષામાં 99 ટકા આવી ગયા એટલે હોંશિયાર નથી થઇ જવાતું, શિક્ષણ ઉપરાંત વિવિધ કલામાં નિપુણતા મેળવીએ એજ સાચો વિકાસ છે. વિજ્ઞાન, ગણિતમાં ભલે થોડા ઓછા માર્ક આવે પણ જો બીજી કલા હસ્તગત કરી હશે તો તે વિદ્યાર્થી જીવન યાત્રામાં પાછો ન પડે, લોકોની કારકિર્દી બનાવવા ઈજનેર-કોમર્સ ક્યાંક નબળું પડે છે, જેથી પ્રવાહ આર્ટ્સ તરફ વળ્યો છે કેમ કે આજકલ આર્ટ્સ ફેકલ્ટીમાં ખુબ જ ઉજળી તકો રહેલી છે. ઈજનેરમાં નિપુર્ણ તેમજ વાણિજ્યમાં પણ આગળ પડતા વિધાર્થીઓને હાલ રોજગારી મેળવવા ફાંફા પડી રહયા છે ત્યારે આર્ટ્સનો ફરી જમાનો આવ્યો હોય તેમ સ્પષ્ટ પણે કહી શકાય.
ભણતર પણ ગણતર સાથેનું હોવું જોઇએ, સારૂ બોલી શકે, કલ્પનાથી લખી શકે કે સારૂ ગાઇ વગાડી શકે તે કલાનો જીવન સૃાથે જોડતો સંર્વાગી વિકાસનો એક રસ્તો જ છે. કલા અને સાહિત્યએ બન્ને એકબીજાથી અલગ છે. વિદ્યાર્થીના જીવનમાં કલા તો જગત છે, એટલે કલા જગત કહેવાય છે.શિક્ષણ સંકુલોએ પ્રારંભથી જ શિક્ષણ સાથે વિવિધ કલાનો સમન્વય કરીને છાત્રોને શિક્ષણ આપવું જોઇએ, શિક્ષક કલા રસિક કે ચિત્ર પઘ્ધતિ વિગેરે એક કલાનો ભાગ છે.
કવિતા ગાન પણ એક ગાયન કલા છે જેમાં બાળકોને સુર, તાલ, લય, આરોહ, અવરોહ, રાગ, ભાવ જેવી ઘણી કલાઓ સાથે વિવિધ ગુણોનું સિંચન થાય છે. શિક્ષણ કલા વગર રસમય કયારેય ન બની શકે કારણ કે બાળકને શિક્ષા આપવી એ પણ એક કલા જ છે. સહ અભ્યાસિક તમામ પ્રવૃતિના મુળમાં કલા સમાયેલી છે. બોડી લેંન્ગવેજ પણ વાકચાતુર્થની કલા છે.
છાત્ર ખોટું પણ બોલે ને સાચા જેવો અભિનય કરે ત્યારે તેનામાં કલાના ગુણો વિકસી રહ્યા છે એવું માની શકાય, બાળકને જયારે તમે વસ્તુ કે ચિત્ર જોઇને બોલવાનું કહો છો ત્યારે તેની વિચારવાની શબ્દો ગોઠવણ અનુભવો જેવી તમામ કલાઓ સાથે મૌખિક અભિવ્યકિત ખીલે છે. જે આખરે તો કલા જ છે.
આજના યુગમાં લાઇફ સ્કિલ એટલે કે જીવન કૌશલ્યોને વિશેષ મહત્વ આપવાનો સમય પાકી ગયો છે. બાળકના રસ-રૂચિ આધારિત અભ્યાસો હોવા જોઇએ. સમસ્યા ઉકેલ, સ્વવિકાસ કે નિર્ણયશક્તિ જેવી લાઇફ સ્કીલ છાત્રો હસ્તગત કરે તેવી શિક્ષણ પધ્ધતી હોવી જોઇએ. આજના પુસ્તિકીયા જ્ઞાનમાં આપણે આ મહત્વની બાબત ભૂલી ગયા છીએ. કલા શિક્ષણનું પણ મહત્વ હોવાથી છાત્રોનો સોળે કલાએ સંર્વાંગી વિકાસ થવો જરૂરી છે.
બાળકને જે ભણવું કે શીખવું છે તે તેને મળે એવી શિક્ષણ પધ્ધતી હોવી જોઇએ. જીવન કૌશલ્યોનો છાત્રોમાં વિકાસ થશે તો જ તેનો સંર્વાંગી વિકાસ શક્ય બનશે. શાળા સંકુલ-શિક્ષકોએ આ બાબતે વિશેષ રસ લઇને કાર્ય કરવાની જરૂર છે. ઝડપથી સમજ કેળવાય તે માટેના શૈક્ષણિક રમકડાં થકી છાત્રોને શિક્ષણ મળે તેવી વ્યવસ્થા હોવી જોઇએ. બાળક જાતે સમસ્યા ઉકેલી શકે એવી ક્ષમતા સિધ્ધી મેળવે એ સૌથી શ્રેષ્ઠ શિક્ષણ પધ્ધતિ ગણી શકાય છે.
ગુજરાતી ભાષા સાથે વિદ્યાર્થીઓને ઉજળી તકો પ્રાપ્ત કરે છે:ડો.દિપક પટેલ
ગુજરાતી ભવનના પ્રોફેસર ડો.દિપક પટેલએ જણાવ્યું કે, ગુજરાતી ભાષાથી વિદ્યાર્થીઓને ઉજળી તકો સરળતાથી મળી રહે છે. વિદ્યાર્થીઓનો પ્રવાસ અને ગુજરાતી તરફ વળ્યો છે. માતૃભાષા નું સરળતાથી સહજતાથી ઉચ્ચારણ કરવામાં આવે છે. ગુજરાતી ભાષા હૃદયમાંથી નીકળેલી છે અને જન્મજાત મળેલી છે.
સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતી ભાષાથી વિદ્યાર્થીઓ સારો સ્કોર મેળવે છે:ડી.મનોજ જોશી
ગુજરાતી ભવનનાં અધ્યક્ષ ડો.મનોજ જોશીએ જણાવ્યું કે, ગુજરાતી ભાષા તરફ વિદ્યાર્થીઓનો પ્રવાસ વધ્યો છે ગુજરાતી ભાષા એ જિંદગી હિંમત પેર જીવતા શીખવાડે છે હતાશ માણસને પણ મોટીવેટ કરે છે. પ્રાચીન ભાષાને અદભુત કવિઓએ ખૂબ સારી રીતના વિશ્વ ફલક સુધી પહોંચાડી છે. સ્પર્ધાત્મક પરીક્ષા વર્ગ ત્રણ થી વર્ગ-2 સુધી વિદ્યાર્થી આપતા હોય છે જેમાં ગુજરાતી ભાષાના પ્રભુત્વથી તેઓને ખૂબ સારું સ્કોરિંગ મળી રહે છે. ગુજરાતી ભાષાને આજથી ગુજરાતીઓને ખૂબ ઉજળી તકો મળી રહી છે.
એમ કોમ બાદ ગુજરાતી ભાષા સાથે બીએનો અભ્યાસ શરૂ કરીશ:યુવરાજ ઝાલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એમ કોમના વિદ્યાર્થી યુવરાજ ઝાલાએ જણાવ્યું કે, નાનપણથી જ મને ગુજરાતી ભાષા સાથે લગાવ્યો છે બી કોમના અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મને ગુજરાતી ભાષા તરફ ખૂબ લગાવ વધ્યો.હાલ એમ કોમ શરૂ છે મારું પરંતુ હવે ગુજરાતી ભાષા સાથે બી એનો અભ્યાસ કરવાનો છું.
ગુજરાતી ભાષાના વિદ્યાર્થીઓને રોજગારીમાં નવી તકો મળી રહી છે:સ્વર્ણ કલ્પેશ
ગુજરાતી ભવનના પીએચડી વિદ્યાર્થી સ્વર્ણ કલ્પેશએ જણાવ્યું કે, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતી ભાષાની મહત્વતા ખૂબ રહે છે. આર્ટસના વિદ્યાર્થીઓ યુપીએસસી જીપીએસસી જેવી પરીક્ષાઓને સફળતાપૂર્વક પાસ કરે છે.
મેડિકલ ફેકેલ્ટીમાં પણ આજે ગુજરાતી ભાષાને મહત્વ આપવામાં આવ્યું છે ગર્વથી કહી શકાય કે જે ગુજરાતી ભાષાનો વિદ્યાર્થીઓ છે હવે મેડિકલ ક્ષેત્રે પણ પોતાની કારકિર્દી બનાવી શકે છે. ગુજરાતી ભાષાના વિદ્યાર્થીઓને રોજગારીમાં નવી તકો મળી રહી છે.