શું બંને દેશો સાથે મળી તેમની વિદેશ નીતિ દ્વિપક્ષીય રીતે સમાન બનાવશે ?
અબતક, નવીદિલ્હી
કહેવાય છે કે દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા હૈ ત્યારે જે રીતે બેઇજિંગમાં વિન્ટર ઓલિમ્પિકનું આયોજન થયું છે તેમાં રશિયા અને ચીન નું ભેગું થવું ભારત માટે કેટલા અંશે જોખમી સાબિત થશે તે આવનારો સમય જણાવશે. સૌથી મોટી વાત એ છે એશિયા ખંડમાં રશિયાનું પ્રભુત્વ ખૂબ જ વધુ છે ત્યારે ભારત માટે હાલ તલવારની ધાર પર ચાલવા જેવો ઘાટ સામે આવ્યો છે. બીજી તરફ સ્થિતિ સામે ઊભી થઇ છે તેને જોતાં તેવા સ્પષ્ટ છે કે ભારત અને ચીન એક તરફ વિસ્તારમાં ખાઈ જશે તો નવાઈ નહીં કારણકે 1962થી ચીને ભારતની 38 હજાર કિ.મી જગ્યા હજુ પણ ટોપી નથી જેને છોડાવવામાં ભારત નિષ્ફળ નિવડયું છે.
એટલું જ નહીં ચીનની જેમ અમેરિકા પણ વિસ્તાર વાદ તરફ આગળ વધી રહ્યું છે. રશિયાના પુતિને બેઇજિંગ ઓલમ્પિકમાં બહુ માન્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. એ જે રીતે રશિયાના પ્રેસિડેન્ટ હે વિન્ટર ઓલમ્પિક માં ઉપસ્થિત રહ્યા તેને જોતાં બંને દેશો વચ્ચેની જે મિત્રતા છે તે ગાઢ બનાવવામાં આવશે તેવું સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે. પુતિનની ચીનની મુલાકાત 2019 પછી યોજાનારી પહેલી મુલાકાત છે. બંને દેશો આ સાથે તેઓની વિદેશ નીતિ દ્વિપક્ષીય રીતે સમાન બનાવવા અને યુનો જેવા વૈશ્વિક સંગઠનોમાં અમેરિકા અને તેના સાથી દેશોની સામે ટક્કર અંગે રણનીતિ પણ ઘડી કાઢશે.પુતિન પોતે જ આ ઓલિમ્પિકમાં હાજરી આપવાના હોવાથી મધ્ય એશિયાનાં રાષ્ટ્રોના વડાઓ પણ તે ઉદ્ધાટન સમયે ઉપસ્થિત રહેશે કારણ કે તેમને રશિયા તથા ચીન તેમ બંને સાથે સંબંધો છે. જોકે સૌથી મોટો પ્રશ્ન ભારત માટે ઊભો થશે કે ભારતે તેની તમામ રણનીતિને બદલાવી પડશે જો તે બદલાવવામાં સફળ થશે તો જ હાલજે પ્રશ્ન ઉભા થયા છે તેમાં તેનું ત્વરિત નિવારણ આવી શકશે. સૌથી મોટી વાત એ પણ છે કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો પણ ખુબ જ ગાઢ છે પરંતુ હાલ જે રીતે રશિયા અને ચાઇના વચ્ચેની મિત્રતા વધી રહી છે તેને જોતા અનેક પ્રશ્નો સામે આવશે અને કદાચ ભારત માટે જોખમી પણ સાબિત થઈ શકશે. ભારતની 38 હજાર કિલોમીટરની જમીન પર હજુ પણ ચીનનો કબજો.
ચીની ડ્રેગન હાલના સમયે વિસ્તાર વાદ ઉપર વધારે મદાર રાખી રહ્યું છે ત્યારે સૌથી મોટી વાત એ છે કે 1962થી ચીને ભારતની 38 હજાર કિલોમીટરની જગ્યા પચાવી પાડી છે અને તે હજી પણ છૂટી કરવામાં આવી નથી ત્યારે સરકાર દ્વારા જે આંકડાઓ રજુ કરવામાં આવ્યા છે તેનાથી એ વાત થઈ રહી છે કે ચાઇના દ્વારા જે જમીનો પચાવવામાં આવેલી છે તે મુખીએ લદાખ વિસ્તારની હોવાનું સામે આવ્યું છે અને છેલ્લા છ દસકા સુધી હજુ પણ આ પ્રકરણ એ જ ગતિએ ચાલી રહ્યું છે. તરફ વિન્ટર ઓલમ્પિક માં ભારતે અને ક્લોઝિંગ સેરેમનીમાં રાજદ્વારી લોકોને ઉપસ્થિત રહેવા માટે પણ સૂચનાઓ આપી છે જેનું મુખ્ય કારણ એ છે કે ચાઇના દ્વારા જે ઓલમ્પિક ટોર્ચ આપવામાં આવેલી છે તે વ્યક્તિ ગલવાન વેલીનો હરામિ છે કે જેને અને ભારતીયોને મોતને ઘાટ ઉતાર્યા હતા. નહિ છેલ્લા લાંબા સમયથી ભારત અને ચાઇના વચ્ચે સરહદીય તકલીફો ઊભી થઈ રહી છે તેને ધ્યાને લઇ અનેક પગલા લેવામાં આવ્યા છે પરંતુ ભારત માટે સૌથી મોટી વાત એ છે કે રસિયા હાલના તબક્કે ચાઇના ને સપોર્ટ કરી રહ્યું છે.