ફુલોની શકિતથી બનાવેલી દવાથી કોઇ આડઅસર થતી નથી: ડો. અતુલ શાહ
અબતક સાથેની વાતચીત દરમિયાન મુંબઇથી આવેલ એમ.ડી. રેડીયોલોજીસ્ટ ડો. અતુલ શાહએ જણાવ્યુઁ હતું કે છેલ્લા ૩પ વર્ષથી નવી થેરાપી પ્રેકટીસ કરું છું જેનું નામ છે. બાયો એનજી મેડીસીન ઓફ ઇન્ડીયન ફલાવર એમિડિ ઇન્ડીયાના ફૂલોની શકિતની અમે દવાઓ બનાવીએ છીએ.
ફુલોની શકિતથી બનાવેલી દવાથી કોઇ આડઅસર થતી નથી અને કોમ્પલીમેન્ટ્રી એટલે કે એલોપેથી દવાની જરુર પડે અથવા હોમીયોપેથી દવાની જરુર પડે તો તે બધી જ દવાઓ આની સાથે આપી શકો છો. આ દવા ખુબ જ સેઇફ છે. ઇટ ઇસ ધ કોમ્પલીમેન્ટ્રી ટુ એની થેરાપી કોઇપણ થેરાપી સાથે દવા લઇ શકાય.
આ પેઇન મેનેજમેન્ટનો કેમ્પ સૌથી પહેલો રાજકોટ શિવાનંદ હોસ્૫િટલથી કરું છું. મારો જન્મ ગુજરાતમાઁ થયો હતો પરંતુ હું મુંબઇમાં સ્થાયી છું તેથી મારી એવી ઇચ્છા હતી કે ગુજરાતમાંથી જ પેઇન મેનેજમેન્ટની શરુઆત કરું અને તે હું રાજકોટથી શરુ કરું છું.
કેમ્પમાં આશરે ર૦૦ દર્દીઓની સારવાર ચેકઅપ: ડો. રાજેન ત્રિવેદી, ન્યુરો સર્જન
અબતક સાથેની વાતચીત દરમિયાન ડો. રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર મેડીકલ ચેરી. ટ્રસ્ટનો હું પ્રેસિડેન્ટ છું તથા અમારી ડોકટર્સ ટીમ લાયન્સ આવકાર સંસ્થાના સંયુકત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કયુૃ છે. કેમ્પમાં ૧૮ ડોકટરો આવેલ છે તથા મુખ્ય મહેમાન મુંબઇથી આવેલ ડો. અતુલ શાહ જે પેઇન મેનેજમેન્ટ તથા સ્ટેમશેસ થેરાપીનું પણ કરે છે. જે નિર્દોષ ઇકોફ્રેન્ડલી ટ્રીટમેન્ટ છે. તથા ફલાવર રેમીડી વગેરે છે. તથા અહિંયા અહિંયા ન્યુરોસર્જન કાર્ડીયોલોજીસ્ટ ગાયનેકોલોજીસ્ટ, સ્કીન સ્પેશ્યાલીસ્ટ ફીઝીશયન વગેરે ડોકટરો આવ્યા છે. અને લોકોનું ચેકઅપ કરશે. કેમ્પમાં ર૦૦ જેટલા લોકો પોતાની સારવાર કરાવવા આવ્યા છે તથા આ કેમ્પમાં અમને મહેક લેબોરેટરી, નિયોડાયગ્નોસ્ટીક સેન્ટર એ સહયોગ કર્યો છે. આજનો દિવસ અમારા માટે ખુબ જ મહત્વનો છે અમે ભવિષ્યમાં પણ આવા કેમ્પો કરીશુઁ.