શિક્ષણમાં મુલ્ય શિક્ષણ અંતર્ગત વલ્લભ ક્ન્યા કેળવણી મંડળ સંચાલિત કડવીબાઈ વીરાણી ક્ન્યા વિદ્યાલય રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર દ્વારા ત્રિ-દિવસીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગાયત્રી પરિવારના આદ્ય સપક રામ શર્મા આચાર્ય લિખિત જુદાં-જુદાં વિષયો પર આશરે ૪૦૦ પુસ્તકોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. આધ્યાત્મિક, માનસિક, ભાવાત્મક વિકાસ પર આધારિત જુદાં-જુદાં પુસ્તકોની વિર્દ્યાથીનીઓએ બહોળા પ્રમાણમાં ખરીદી કરી હતી. પ્રામિક, માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિકની આશરે ૨૦૦૦ વિર્દ્યાથીનીઓએ આ પુસ્તક મેળામાં મુલાકાત લીધી હતી. પુસ્તક મેળાની સાથો સાથ વ્યસન-મુક્તિ અભિયાન અંતર્ગત વ્યસની તા રોગ પર ચિત્ર પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા વલ્લભ ક્ધયા કેળવણી મંડળના ઉપપ્રમુખ ઉર્મિલાબેન દેસાઈ, નિયામક હિરાબેન માંજરિયા અને શાળાના આચાર્ય સ્મૃતિબેન રાજાણીએ પુસ્તક મેળાની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા ગાયત્રી પરિવારના લાલજીભાઈ ગોટી, કંચનબેન ગોટી, મણીબેન ગડારા તા શાળાના શિક્ષક જૈમિનીબેન રાઠોડ અને ચંદ્રેશભાઈ દવેએ જહેમત ઉઠાવી હતી.