યુએનના તમામ રાષ્ટ્રોના લોકો શાંતિના મુદાઓ પર શિક્ષણ અને જાગૃતિ લાવવાના પ્રયાસોમાં સામેલ થાય છે
આજે વિશ્ર્વ શાંતિ દિવસની ઉજવણી માટે ન્યુયોર્ક સીટીમાં યુએન હેડકવાટર ખાતે સંયુકત રાષ્ટ્રસંઘની શાંતિ ઘંટડી વગાડાય છે. આ બેલ જુન 1954માં જાપાનના રાષ્ટ્ર સંઘ દ્વારા દાનમાં આપવામાં આવી હતી. યુનાઈટેડ નેશનલ જનરલ એસેમ્બલી રાઉન્ડ ધ કલોક માટે અહિંસા અને યુધ્ધ વિરામનું અવલોકન કરીને રાષ્ટ્રો અને લોકો વચ્ચે શાંતિના આદર્શોને પ્રોત્સાહન આપે છે.
દર વર્ષે આ દિવસ માટેની આ વર્ષની થીમ જાતિવાદનોઅંત શાંતિ બનાવો છેસાચી શાંતિ માત્ર હિંસાની ગેરહાજરી જ નથી પણ સમાજનું નિર્માણ જયા જયાં ખીલી શકે તેવું વાતાવરણ નિર્માણ કરવાનો હેતુ છે.1981માં યુએન દ્વારા જાહેર કરાયેલ આ દિવસ તમામ માનવજાત માટે તામમ મતભેદોથી ઉપર શાંતિ માટે પ્રતિબધ્ધ થવા સૌના યોગદાનનો દિવસ છે. આજે હેડકવાટર ખાતે શાંતી બેલ વગાડવામાં દુનિયાભરનાં વિવિધ 70 થી વધુ રાષ્ટ્રોના બાળકો ભાગ લેશે. 1981માં પ્રારંભ થયેલ આ દિવસની ઉજવણીમાં 2001માં સર્વ સંમતિથી આ દિવસને અહિંસા અને યુધ્ધ વિરામના સમય ગાળા તરીકે નિયુકત કર્યો હતો.
આ દિવસ જાતીવાદ અને વંશિય ભેદ ભાવથી મુકત નવી દુનિયા બનાવવાના હેતુને સમર્પિત કરે છે.આપણે સૌએ સાથે મળીને એવા સમાજનું નિર્માણ કરવાનો છે.જયાંદરેક વ્યકિત સલામતી અને જાતીને ધ્યાને લીધા વિના વિકાસ કરી શકે. વિશ્ર્વ શાંતિ પ્રાપ્ત કરવાના વિચારને મજબૂત કરવાનો છે.
છેલ્લા થોડા વર્ષોમાં વૈશ્ર્વિક સ્તરે રોગચાળો અને વિવિધ રાષ્ટ્રોના યુધ્ધોને કારણે લોકોએ તેમના ઘર ત્યજી દીધા હતા. વિશ્ર્વાસ, સર્વસમાવેશકતા અને સહકાર એ રાષ્ટ્રોની અંદર અને બંને વચ્ચેના સમાજો પર શાંતીની અસર પાડે છે.વિશ્ર્વના લોકો પાસે શાંતિની સંસ્કૃતી છે.તેથી જ તેને તેનું નિર્માણ કરવાનું કાર્ય ચાલુ જ રાખ્યું છે.
શાંતિનું કાર્ય દરેકનું છે, હવે પહેલા કરતા વધુ આપણને વૈશ્ર્વિક એકતા, પ્રતિબધ્ધતા અને પરસ્પર વિશ્ર્વાસની જરૂર છે. પ્રારંભે આ દિવસ સપ્ટેમ્બરનાં ત્રીજા મંગળવારે ઉજવાતો હતો બાદમાં2002થી દર 21મી સપ્ટેમ્બરના રોજ આ દિવસ નકકી કરાયો હતો.