દેશની પ્રાણી સંપત્તિ પૈકીના એક દુર્લભ ઘુડખરને નિહાળવા દૂર દૂરથી પ્રવાસીઓની મુલાકાત
ગત વર્ષે ૧૮૦૦૦ પ્રવાસીઓએ ઘુડખર દર્શન કર્યા હતા: વિદેશી પક્ષીઓ પણ મોટી સંખ્યામાં અભયારણ્યના મહેમાન
‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ આ ઉકેલને સાર્થક કરતું કચ્છનુ ઘુડખર અભ્યારણ્ય પર્યટકો માટે આજથી ખુલ્લુ મુકવામાં આવશે. ઘુડખર પ્રાણીની સાથે વિદેશી પક્ષીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં અહીં મહેમાન ગતિ માણે છે. જેને નિહાળવા દૂર દૂરથી પર્યટકો મુલાકાત લે છે. ૧પમી જુન સુધી કચ્છનું આ ઘુડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાશે. ગત વર્ષે આશરે ૧૬ થી ૧૮૦૦૦ પ્રવાસીઓએ ઘુડખર દર્શન કર્યા હતા.
દેશની પ્રાણી સંપતિ અને ધરોહર ગણાતું ઘુડખરને નિહાળવુ દુર્લભ છે. કોરોના સંક્રમણના લીધે અભયારણ્ય ઘણાં લાંબા સમયથી બંધ રહેતા આજથી ખુલ્લુ મૂકવામાં આવનાર છે ત્યારે પર્યટકો તેમજ પશુ-પ્રકૃતિ પ્રેમીઓમાં હર્ષની લાગણી ફેલાઇ છે.
કચ્છનું નાનું રણ ૪૯૫૩ ચોરસ કિલો મીટર ના વિસ્તારમાં ફેલાયેલ છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલ છે. અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ રણમાં આવેલ ઘુડખર એક દુર્લભ્ય પ્રાણી છે. અને બીજે ક્યાંય જોવા નથી મળતા જે આ કચ્છના નાના રણમાં જોવા મળે છે. હાલ શિયાળાની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે. આ રણ ની અંદર વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. અને તેને જોવા માટે પક્ષી પ્રેમી પણ મોટી સંખ્યામાં આવે છે. જ્યારે સરકારના વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી ને બચાવવા માટે અને લોકોને સમજણ આપવા માટે શિયાળામાં નિ:શુલ્ક શિબિર નું આયોજન થાય છે. આજથી ૧૫ જૂન સુધી આ અભયારણ્ય પ્રવાસી માટે ખુલ્લું રહેશે.છેલ્લા વર્ષોમાં આ રણ ની અંદર મુલાકાત લેનાર પ્રવાસી ની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. ગત વર્ષે આ જગ્યાની મુલાકાત લેનાર લોકોની સંખ્યા ૧૬,૦૦૦ થી ૧૮,૦૦૦ થી વધુ પ્રવાસી લોકો આવેલ હતા. જેમાં ૨૦૦૦ જેટલા વિદેશી મુલાકાતી પણ આવ્યા હતા. શિયાળામાં આ રણની અંદર બહાર થી વિદેશી પક્ષીઓ પણ બહુ મોટી સંખ્યામાં આવે છે.ગત વર્ષે ૨૫ થી ૩૦ લાખ જેટલી આવક આ વિભાગ ને થયેલ છે.અને દર વર્ષે અહીંયા આવતા પ્રવાસીની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. સાથે ચાલુ વર્ષે માર્ચ મહિનામાં છેલ્લે થયેલ ગણતરી મુજબ ઘુડખરની સંખ્યા ૬૦૮૨ જેટલી નોંધાયેલ છે. ઉલ્લેખનીય છે કે આ વખતે સમગ્ર રાજ્યમાં સારો વરસાદ પડયો છે
જેના કારણે રણ ની અંદર હજુ પણ પાણી ભરાયા છે. જેથી પ્રવાસીઓ માટે રણ ની અંદર જવું મુશ્કેલ છે. ત્યારે હજી રણ ની અંદર રહેલ પાણી ને ઓસરતા લગભગ ૨૦ દિવસ જેટલો સમય લાગે તેમ છે. અને આ વખતે સારો વરસાદ થયેલ હોવાથી વિદેશી પક્ષીઓની સંખ્યા વધે તેવી શક્યતા દેખાઈ રહી છે. આ પક્ષીઓ હજારો કિલોમીટર દૂર થી અહીં આવે છે. તેનું કારણ અહીયાનું વાતાવરણ તેમજ તેમને પૂરતા પ્રમાણમાં ખોરાક પણ મળી રહે છે. અભયારણ્ય દ્વારા પ્રવાસી ને અપીલ પણ કરવામાં આવી છે આ વખતે કોરોનાના કારણે લોકો સરકારની ગાઈડ લાઇન મુજબ અને માસ્ક,સોસીયલ ડિસ્ટન્સ, અને સેનેટાઈઝર નો ઉપયોગ કરે તેવી પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે.