લલિત મોદીએ થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર સુષ્મિતા સેન સાથેની તસ્વીર શેર કરી પોતાના સંબંધની જાહેરાત કરી હતી કે તે અને સુષ્મિતા એકબીજાને ડેટ કરી રહ્યા છે આ દરમ્યાન લલિતે સુષ્મિતા સાથે ખેંચાવેલી તસ્વીરને પોતાની પ્રોફાઈલ પિક્ચર બનાવી હતી. તેના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલના બાયોમાં લખ્યું હતું કે .. “ હું પોતાના પાર્ટનરની સાથે નવા જીવનની શરૂઆત કરી રહ્યો છુ. મારો પ્રેમ સુષ્મિતા સેન ”
હાલ સોશિયલ મીડ્યામાં લલિત મોદી અને સુષ્મિતા સેનની પ્રેમ કહાની અંગે ચર્ચાઓએ જોર પકડ્યું છે.બનેની પ્રેમ કહાનીએ એક અલગ જ મોડ લીધો છે.લલિત મોદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલના બાયોમાંથી સુષ્મિતા સેન વિષે લખેલ લખાણ દુર કર્યું છે અને પ્રોફાઈલ ફોટો પણ બદલી નાખ્યો છે.જો કે લલિત મોદીના ઈન્સ્ટાગ્રામ પર હજુ પણ બન્નેના ફોટા યથાવત જ છે અને હાઈલાઈટમાં પણ બન્નેના ફોટા “My Love” કરીને સેવ કરેલા જોવા મળે છે.
બંનેના સંબંધ અંગે ચર્ચા સોશિયલ મીડિયા પર જોરશોરથી થઇ રહી છે.યુઝર્સ એવું માની રહ્યા છે કે બન્નેની પ્રેમ કહાનીનો અંત આવ્યો છે.પણ આ અંગે સુષ્મિતા સેન કે લલિત મોદીએ કોઈ ચોક્કસ સ્પષ્ટતા કરી નથી કે બંનેમાંથી કોઈએ આ અંગે પોસ્ટ પણ શેર કરી નથી.
સોશિયલ મીડિયા પરથી એવું જાણવા મળ્યું છે કે લલિત મોદી અને સુષ્મિતા સેનના બ્રેકઅપનું કારણ સુષ્મિતા સેનનો એક્સ બોયફ્રેન્ડ રોહમન શૉલ છે.