જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ પુર્વ – પશ્ચિમ  અને રાજકોટ જેલનાં અધિક્ષક સહિત 15થી વધુ  એસપી,પોલીસ કમિશનર અને રેન્જ આઇજી સહિતનાં ઉચ્ચ અધિકારીઓ બદલાયા

અમદાવાદ પોલીસ કમિશનર તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલીક, વડોદરા પોલીસ કમિશ્નર તરીકે અનુપમસિંહ ગેહલોત, રાજકોટનાં અધિક પોલીસ કમિશ્નર તરીકે વિધી ચૌધરીની નિમણુંક : સરકારની ગુડ બુકમાં રહેલા અભયસિંહ ચુડાસમાને કરાઇ   જુનાગઢ રેન્જનાં મયંકસિંહ ચાવડાની ગાંધીનગર ટ્રાન્સફર

રાજયમાં પોલીસ બેડામાં લાંબા સમયથી આઇપીએસની બદલી ચર્ચા ચાલતી હતી.  વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત અને મહોરમનાં તહેવાર પુર્ણ થતાની સાથે જ  70 આઇપીએસ ની બદલી  થતા આતુરતાનો અંત આવ્યો છે.  ગાંધીનગર રેન્જનાં અભયસિંહ  ચુડાસમાને કરાઈ પોલીસ એકેડેમી, આર બી બ્રહ્મભટ્ટને આઈબી અને રાજકુમાર પાન્ડિયનને સીઆઇડી ક્રાઈમમાં મૂકવામાં આવ્યા છે.  અનુપમસિંહ ગેહલોતને વડોદરા પોલીસ કમિશનર તરીકે , જ્યારે સેક્ટર વન નીરજ બડગુર્જરને જોઈન્ટ કમિશનરને સંયુક્ત પોલીસ કમિશનર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ,  સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમર  ટુક સમયમાં નિવૃત્ત થવાના હોવાથી તેમની બદલી કરવામાં આવી નથી. અમદાવાદ શહેર ને 3 માસ બાદ કાયમી પોલીસ કમિશ્નર તરીકે  સ્વચ્છ છબી ધરાવતા જ્ઞાનેન્દ્રસિંહ મલિકને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે,

વડોદરા પોલીસ કમિશનર શમશેરસિંહને નરસિંહામા કોમર ની જગ્યાએ કાયદો અને વ્યવસ્થાનો હવાલો સોંપવામાં આવ્યો છે વધુ વિગત મુજબ રાજયનાં ગૃહ વિભાગ દ્વારા આઇપીએસ કેડરનાં અધિકારીઓની બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે. જેમાં  જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, પોલીસ કમિશ્નર, અમદૃાવાદૃ , ડો. નીરજ ગોત્રુ,  અધિક પોલીસ મહાનિર્દૃેશક (તાલીમ), ગાંધીનગરની , પોલીસ મહાનિર્દૃેશક (તાલીમ),  આર.બી.બ્રહ્મભટ્ટ, અધિક પોલીસ મહાનિર્દૃેશક, સીઆઇડી (ઇન્ટેલીજન્સ), નરસિમ્હા એન. કોમર અધિક પોલીસ મહાનિર્દૃેશક (એડમિન.), ડો. એસ. પાંડિયન રાજકુમાર, અધિક પોલીસ મહાનિર્દૃેશક, સીઆઇડી (ક્રાઈમ એન્ડ રેલ્વે), અનુપમ સિંહ ગહલૌત, વડોદૃરા શહેરના પોલીસ કમિશનર, પિયુષ પટેલ,  સુરત રેન્જમાં , બ્રજેશ કુમાર ઝા, સંયુક્ત પોલીસ કમિશનર, સેક્ટર-2, અમદૃાવાદૃ , વબાંગ જમીર, સંયુક્ત પોલીસ કમિશનર, સેક્ટર-1, સુરત, અભય ચુડાસમા, સ્ટેટ પોલીસ એકેડમી, કરાઈ, એમ.એ. ચાવડા, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (વિજિલન્સ), જીએસઆરટીસી, અમદૃાવાદૃ, પ્રેમ વીર સિંઘ,  પોલીસ મહાનિરીક્ષક, અમદૃાવાદૃ રેન્જ, એમ.એસ. ભરાડા, પોલીસ મહાનિરીક્ષક (ઈન્ટેલિજન્સ-1), નિલેશ જાજડિયા નાયબ પોલીસ મહાનિરીક્ષક (કોસ્ટલ સિક્યોરિટી), મહાનિરીક્ષક, જૂનાગઢ રેન્જ, ચિરાગ કોરાડિયા, અધિક પોલીસ કમિશનર, સેક્ટર-1, અમદૃાવાદૃ, પી.એલ.માલ, નાયબ પોલીસ મહાનિરીક્ષક (કોસ્ટલ સિક્યોરિટી), આર.વી.અસારી પંચમહાલ-ગોધરા રેન્જ, વિધિ ચૌધરી અધિક પોલીસ કમિશનર રાજકોટ શહેર, મહેન્દ્ર બગરિયા કચ્છ-ભુજ, તરુણ કુમાર દૃુગ્ગલ    ડીસીપી જોન 7 અમદાવાદ , કરણરાજ વાઘેલા પોલીસ અધિક્ષક વલસાડ, ડો. જી.એ.પંડ્યા પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર, બલરામ મીણા પશ્ચિમ રેલવે, મયુર ચાવડા પોલીસ અધિક્ષક, ભરૂચ, ડો. રવિ મોહન સૈની, ડેપ્યુટી પોલીસ કમિશનર, ઝોન-6 અમદૃાવાદૃ , વાસમસેટી રવિ તેજા પોલીસ અધિક્ષક, ગાંધીનગર, ડો. રવિન્દ્ર પટેલ પોલીસ અધિક્ષક  પાટણ, સાગર બાગમાર,  પોલીસ અધિક્ષક  કચ્છ (પૂર્વ), જયદૃીપસિંહ ડી. જાડેજા પોલીસ અધિક્ષક  મહીસાગર, વિજય જે. પટેલ પોલીસ અધિક્ષક સાબરકાંઠા, ભગીરથસિંહ યુ. જાડેજા પોલીસ અધિક્ષક. પોરબંદૃર, રવિરાજસિંહ એસ. જાડેજા એસઆરપીએફ ગ્રુપ ફોર કમાન્ડન્ટ, ગાંધીનગર, હર્ષદૃકુમાર કે. પટેલ પોલીસ અધિક્ષક ભાવનગર, ડો. રાજદૃીપસિંહ  ઝાલા દૃાહોદૃ , હરેશકુમાર એમ. દૃુધાત પોલીસ અધિક્ષક ઇન્ટેલિજન્સ, ગાંધીનગર, હર્ષદૃ બી. મહેતા પોલીસ અધિક્ષક જૂનાગઢ, રૂષિકેશ બી. ઉપાધ્યાય સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ , ઓએનજીસી , ગ્રુપ-15 મહેસાણા , રાજેશકુમાર ટી. પરમાર ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, ઝોન-6 સુરત શહેર , એન.એ.મુનિયા, એસપીએસ  ડેપ્યુટી પોલીસ કમિશનર (હેડ ક્વાર્ટર), સુરત સિટી, ઇમ્તિયાઝ જી. શેખ, એસપીએસ  પોલીસ અધિક્ષક, છોટાઉદૃેપુર , બન્નો જોશી, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (હેડ ક્વાર્ટર),અમદૃાવાદૃ શહેર, તેજલ સી. પટેલ,  ડેપ્યુટી પોલીસ કમિશનર ઓફ પોલીસ (હેડ ક્વાર્ટર અને એડમિનિસ્ટ્રેશન), વડોદૃરા શહેર  ખાતે  બદલી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.