રાજકોટ ભાજપ અગ્રણીઓએ જાણવ્યું કે,રાજકોટ કમલમ ખાતે જશ્નનો માહોલ છે કાર્યકરો અને અગ્રણીઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ભારતીય જનતા પાર્ટીની સાતમી વખત સરકાર બનાવશે. મતદારોએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ રાખ્યો છે ત્યારે તેમનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરી રહ્યા છીએ.આવતીકાલથી જ પ્રજાલક્ષી કાર્યો શરૂ કરશી.

  • લોકોનો આભાર વ્યક્ત કરતા ભાજપ અગ્રણીઓ
  • ગીતાબા જાડેજાનો ભવ્ય વિજય નિશ્ચિત : જયોત્રિાદિત્યસિંહ જાડેજા (ગણેશભાઇ)

IMG 20221208 105946

‘અબતક’ સાથેની વાતચીતમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર જયોત્રિાદિત્ય જાડેજા (ગણેશભાઇ)એ જણાવ્યું હતું કે આજે મત ગણતરી થઇ રહી છે. ત્યારે હાલ 20 હજારની લીડ સાથે ગીતાબા જાડેજા આગળ છે અને અમને ગોંડલના મતદારો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પર પૂરો વિશ્ર્વાસ છે. ગીતાબાનો ભવ્ય વિજય થશે તે નિશ્ર્ચિત છે. ગોંડલ વિસ્તાર ગ્રામ્ય લોકોનો આભાર માનવો જ રહ્યો ખોબલે ખોબલે મત આપ્યા છે. હું તમામનો આભાર માનું છું.

vlcsnap 2022 12 08 10h48m53s249

  • જેતપુર બેઠક પર જયેશ રાદડીયાની જીત નિશ્ચિત: હજારોની લીડ સાથે આગળ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો જાણે સફાયો કરી નાખ્યો હોય તેમ બહુમતી પર ભગાવો લેહરાઈ રહ્યો છે. જેમાં જેતપુરની બેઠક પર હાલ ભાજપ ઉમેદવાર જયેશભાઈ રાદડીયા હજારો મતની લીડથી આગળ ચાલી રહ્યા છે. આ લખાઈ રહ્યું છે ત્યારે જેતપુરની બેઠક પર કોંગ્રેસના દીપકભાઈ વેકરીયા અને આમ આદમી પાર્ટીના રોહિતભાઈ ભૂવાને કારમી હાર આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ભાજપ ઉમેદવાર જયેશ રાદડીયા હાલ જેતપુરની બેઠક પર હજારો મતની લીડ હાસલ કરીને લગભગ ભાજપની જીત સુનિશ્ચિત કરી દીધી છે.

  • જસદણમાં ભગાવો લહેરાયો: કોંગ્રેસના ઉમેદવાર ભોલાભાઈ ગોહેલે હાર સ્વીકારી

જસદણ બેઠક પર ભાજપના ઉમેદવાર કુંવરજીભાઇ બાવળિયા હાલ હજારો મતની લીડથી આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર ભોલાભાઈ ગોહેલે ચાલુ મતગણતરીમાં હર સ્વીકારીએ છે. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તેજસભાઇ ગાજીપરા હાર તરફ વળી રહ્યા છે. જસદણ બેઠક પર કુંવરજીભાઇ બાવળિયા દ્વારા હજુ એક વખત ભગવો લહેરાવ્યો છે. ત્યારે જસદણમાં ભાજપ દ્વારા જીતના જશ્નની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ લખાઈ રહ્યું છે ત્યારે ભાજપના ઉમેદવાર કુંવરજીભાઇ બાવળિયા 11 હજાર મતની લીડથી આગળ ચાલી રહ્યા છે. જેને ધ્યાનમાં લઈને કોંગ્રેસના ઉમેદવાર ભોલાભાઈ ગોહેલે શરણાગતિ સ્વીકારી છે.

vlcsnap 2022 12 08 10h49m02s675

  • ભાજપના ઝળહળતા વિજયની ઉજવણી કરતો સરગમ પરિવાર
  • મોટા સ્ક્રીન ઉપર પળેપળના સમાચાર નિહાળ્યા: રાજકોટ સહિત સમગ્ર ગુજરાતની જીતને તાળીઓનાગડગડાટથી વધાવી: વડાપ્રધાને નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને આપી શુભેચ્છા: રાજકોટના ચારેય ઉમેદવારોને આપ્યા અભિનંદન

vlcsnap 2022 12 08 10h49m30s692

ગુજરાત વિધાનસભાની ચુંટણીની મત ગણતરી ચાલી રહી છે અને સર્વત્ર ભારે ઉત્તેજના છવાયેલી છે ત્યારે રાજકોટમાં સરગમ પરિવારે આ ચુંટણીના પરિણામો નિહાળવા માટે ક્રિકેટ મેચ જેવી વ્યવસ્થા કરી હતી અને મોટા ટીવીના સ્ક્રીન ઉપર આ પરિણામો નિહાળ્યા હતા. ગુજરાતમાં ફરી ભાજપનું શાસન આવી રહ્યું છે તે નિશ્ર્ચિત થતા જ સૌ આનંદથી ઉછળી પડયા હતા અને એકબીજાના મોઢા મીઠા કરાવ્યા હતા. રાજકોટમાં પણ ચારેય બેઠક ઉપર ભાજપ જીતી જતા આ ખુશી બેવડાઇ ગઇ હતી. ભાજપના ચારેય ઉમેદવારો સરગમ પરિવાર સાથે સંકળાયેલા છે. અને તેમનો વિજય થતા સૌએ સામુહિક રીતે તેમણે અભિનંદન આપ્યા હતા.

સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ડબલ એન્જીનની સરકારે જે વિકાસ કર્યો છે તેને પ્રજાએ સ્વીકાર્યો છે. અને આટલી જંગી બહુમતિ આપીને રાજયમાં સતત સાતમી વખત સતા સોંપી છે. આ પરિણામો નિહાળવા માટે ગુણવંતભાઇ ડેલાવાળા ઉપરાંત મૌલેશભાઇ પટેલ, ખોડીદાસભાઇ પટેલ, જીતુભાઇ ચંદારાણા, જગદીશભાઇ ડોબરીયા, શિવલાલભાઇ રામાણી, રાજભા ગોહિલ, ડી.વી. મહેતા, તેજસભાઇ ભટ્ટી વગેરે ઉ5સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.