વિશ્વ એઇડસ દિવસનું કાઉન્ટ ડાઉન શરૂ
વિશ્વમાં એઇડસ 1981માં આવ્યોને ભારતમાં પ્રથમ કેસ 1986માં જોવા મળ્યો: આજે 40 વર્ષે પણ તેને નાબુદ કરી શકે તેવી દવા શોધાય નથી
1988 થી દર વર્ષે 1લી ડિસેમ્બરે વિશ્વભરમાં એઇડસ દિવસની ઉજવણી કરાય છે. દર વર્ષે અપાતી થીમ આધારીત લોક શિક્ષણ જનજાગૃતિ માઘ્યમ વડે લોકોને એઇડસ વિષય સાચી અને વૈજ્ઞાનિક અપાય છે. છેલ્લા બે વર્ષથી સમગ્ર વિશ્વ એન્ડ એઇડસ 2030ની મુળમેન્ટ ચલાવી રહ્યું છે, તેના પરિણામો પણ ઘણા દેશોમાં સારા જોવા મળ્યા છે. આ વર્ષનું સ્લોગ્ન થીમ ‘એચ.આઇ.વી. રોગચાળાનો અંત, સમાન પ્રવેશ, દરેકનો અવાજ ’ છે. સમગ્ર વિશ્વભરમાં યુ.એન. એઇડસે સૂત્ર રીલીઝ કરતાં તેની ઉજવણીનું કાઉન્ટ ડાઉન શરુ થઇ ગયું છે. યુ.એન. ના બધા જ સભ્યો આ વૈશ્વિક ઉજવણીમાં સામેલ થાય છે.
વિશ્વમાં સૌ પ્રથમ 1981માં એઇડસ જોવા મળ્યો હતો. આપણા ભારત દેશમાં 1986માં પ્રથમ કેસ જોવા મળ્યો હતો. આજે 40 વર્ષે પણ તેને અંકુશ કે નાબુદ કરી શકે તેવી કોઇ રસી કે દવા શોધીય નથી, એક સારા સમાચા એ છે કે વાયરસ સામેની એન્ટી વાયરસ ડગ્ર (ARY) આવતાં દર્દીઓ ગુણવત્તાસંભર જીવન સાથે ઇન્ફેકશન કંટ્રોલ સાથે લાંબુ સુખાકારી જીવન જીવવા લાગ્યા છે. મૃત્યુઆંકમાં પણ ઘટાડો જોવા મળેલ છે.
કોરોના કાળમાં એચ.આઇ.વી. એઇડસ સાથે જીવતાં લોકોએ ડબલ સંકટનો
સામનો કરવો પડયો હતો: 2020નાં એક જ વર્ષમાં 1.5 મિલીયન લોકોને ચેપ લાગ્યો, અત્યારે કુલ 37.7 મિલિયન લોકો વાયરસ સાથે વિશ્વભરમાં જીવી રહ્યા છે
પ્રવર્તમાન કોરોના કાળમાં એચ.આઇ.વી. સાથે જીવતા લોકોએ ડબલ સંકટનો સામનો કરવો પડયો હતો. છેલ્લા બે તેમના માટે કષ્ટદાયક હતા. ર0ર0ના માત્ર એક જ ગત વર્ષે 1.5 મિલિયન નવા ચેપગ્રસ્ત બનવાને કારણે હાલ વિશ્વભરમાં 37.5 મિલિયને લોકો એચ.આઇ.વી. વાયરસ સાથે જીવી રહ્યા છે. 2020ના એક જ વર્ષમાં વૈશ્વિકસ્તરે 680 હજાર લોકોનું મૃત્યુ થયું હતું.
વિશ્વ એઇડસ દિવસ તેને કારણે મૃત્યુ થયેલાને શ્રઘ્ધાંજલી સાથે નવા ઇન્ફ્રેકશન, ભેદભાવ જેવામાં ઝીરો લાવવાનો પ્રયાસ સૌ કરતા હોય છે. ‘રેડરિબન’ તેની જનજાગૃતિનું પ્રતિક છે, તે સિમ્બોલ પ્રેમ-હુંફ લાગણી સાથે સધિયારાની વાત કરે છે. એચ.આઇ.વી. સાથે જીવતાં લોકો પરત્વે એક શ્રેષ્ઠ વાતાવરણ નિર્માણ કરવાના પ્રયાસોની વાત કરે છે. એચ.આઇ.વી. અને એઇડસએ બન્ને જુદી બાબત છે.
વાયરસ શરીરમાં દાખલ થયા બાદ અમુક વર્ષો બાદ શરીરે વિવિધ ઇન્ફેકશનથી ઘેરાય જાય તે અવસ્તાને એઇડસ કહે છે, એ થાય કે ન પણ થાય, વાયરલ સાથે જીવતો માણસ કોઇ મુશ્કેલી વગરલાં….બૂ જીવન જીવી પણ શકે એના માટે તેને થોડીક કાળજી પોષણ યુકત આહાર રૂટીંગ નાની મોટી કસરત અને ખુલ્લી હવામાં ચાલવું જરુરી છે. વાયરસ શરીરમાં પ્રવેશે બાદમાં તે શરીરમાં રોગ પ્રતિકાર શકિતનો નાશ કરે છે. જેના કારણે નાના મોટા ઇન્ફેકશનોની શરુઆત થાય છે. શરુમાં કમળો અને ટી.બી. ના ઇન્ફેકશનનો જોવા મળે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વેૈશ્વિક જાહેર આરોગ્ય અભિયાનમાં સત્તાવાર 11 અભિયાનોમાં વિશ્વ એઇડસ દિનને સામે કરાયો છે. વિશ્વભરમાં સૌથી પ્રચાર અને પ્રસાર પામેલ એઇડસ એક વૈશ્વિક સમસ્યા સાથે મેડીકલ જગત માટે એક પડકાર બન્યો છે. જો કે એન્ટી રેટ્રોવાયરલ સારવારને કારણે ર00પ થી સતત આપણે મૃત્યુ દર ઘટાડી રહ્યા છીએ, વિશ્વ એઇડસ દિવસની શરુઆતની પ્રથમ ઉજવણીની થીમ બાળકો અને યુવાનો પર કેન્દ્રીત હતી.
2016માં કેટલાંક સંગઠનોએ વિશ્વ એઇડસ દિવસને બદલે આ દિવસને વિશ્વ એચ.આઇ.વી. દિવસ નામ આપેલ હતું. એઇડસ એક સામાજીક જવાબદારી છે. તેની સાથે જીવતા લોકોની વિવિધ સમસ્યાઓ આવાસ, શિક્ષણ, આરોગ્ય, માનવ અધિકારો સાથે મા-બાપ વગરના બાળકોનો પ્રશ્ર્નો પોષણયુકત આહારો જેવી ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. સમાજે સરકારે આ પરત્વે તેમાં મદદરુપ થવું જરુરી છે. દર વર્ષે અપાતો થીમ માત્ર એક દિવસ પુરતો સિમિત નથી તે આખુ વર્ષ ચાલે છે.
જી-8 સમીટ પણ તેના વાર્ષિક આયોજનમાં તેને સામેલ કરે છે. ગયું આખુ વર્ષ અને અત્યારે નવેમ્બરના અંત સુધી વૈશ્વિક એકતાની સહિયારી જવાબદારી થીમ ઉપર કાર્ય થઇ રહ્યું છે. અત્યાર સુધીમાં 36.3 મિલિયન લોકો તેને કારણે મૃત્યુ પામ્યા છે.
વૈશ્વિક લેવલે આફ્રિકામાં સૌથી વધુ કેશો જોવા મળે છે. વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં પણ તેના લાખો વાહકો જોવા મળે છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (CEC) નાં સર્વે મુજબ વૈશ્વિક સ્તરે એચ.આઇ.વી. – એઇડસનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે. જેમાં લોકજાગૃતિ , શિક્ષણનો વિશેષ ફાળા છે. શાળા, કોલેજમાં ચલાવાની ‘રેડરિબન કલબ’થી યુવા વર્ગ જાગૃત થવાથી આપણા ભારતમાં પણ પ્રમાણ સતત ઘટી રહ્યું છે.
આજે પણ તેના પ્રત્યે ભેદભાવની ઘટના બનતી રહે છે. માતા દ્વારા લાગતા બાળકના ચેપનું પ્રમાણમાં ઘણી નોંધપાત્ર સિઘ્ધી મળી છે. આ સમાનતાઓને અંત… એઇડસ નાબૂદ કરો ની વૈશ્વિક હાકલમાં સમગ્ર વિશ્વ સાથે દરેક નાગરીક જોડાઇને છેવાડાના માનવી સુધી જનજાગૃતિ પ્રસરાવે તે જરુરી છે. આવનારા ત્રણ હજાર દિવસોમાં તેને સંપૂર્ણ નાબુદક રવા માટે જ એન્ડ એઇડસ 2030 મુવમેન્ટ ચાલે છે. જો કે આશા છે કે એ પહેલા તેની ચોકકસ રસી જ આવી જશે તેવો મત સંશોધનકારોનો છે. શરીરમાં એચ.આઇ.વી. ના લક્ષણો ઝડપથી દેખાતા નથી તે ધીમે ધીમે પ્રસરતા ખબર પડે ત્યારે મોડુ થઇ જાય છે.
તેના ફેલાવવાના મુખ્ય કારણોમાં અસુરક્ષિત જાતિય વ્યવહારો, માતા દ્વારા બાળકને, દુષિત રકત ચડવાથી અને એકથી વધુ વાર વપરાયેલા ઇન્જેકશનની સોય અથવા ઓપરેશનના સાધનો જેવા માત્ર 4 કારણો છે. જેમાં અસુરક્ષિત જાતિય વ્યવહારો સિવાયના બાકીના ત્રણેય ફેલાવાના કારણે મહદ અંશે અંકુશ કર્યા છે. આ પૈકી કોઇપણ હિસ્ટ્રી હોય તો ટેસ્ટીંગ કરાવવું જરુરી છે. એઇડસને નાથવા જનજાગૃતિમાં ક્રિકેટરો ફિલ્મ સ્ટારો પદાધિકારીઓ અધિકારીઓ સાથે સમાજનો તમામ વર્ગ જોડાય છે.
હાલ તમામ સરકારી હોસ્પિટલમાં તેની મફત તપાસ નિદાન અને સારવાર થાય છે. દેશમાં નેશનલ એઇડસ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનની છત્રછાયામાં દરેક રાજયમાં એઇડસ કંટ્રોલ સોસાયટી સાથે જીલ્લામાં ડીસ્ટ્રીક એઇડસ કંટ્રોલ સોસાયટી ચાલે છે. આ સોસાયટી દ્વારા વિવિધ કાર્યક્રમો થકી પ્રોજેકટ ચાલી રહ્યા છે. એચ.આઇ.વી. સાથે જીવતા લોકો માટે પણ પોઝિટીવ પીપલ નેટવર્ક ચાલે છે. તેમના મેરેજ માટેના પસંદગી મેળા સાથે બ્યુરો પણ કાર્યરત છે. સૌ ગુજરાતીઓઓને અનુરોધ કે તમે પણ એઇડસ કંટ્રોલ કાર્યક્રમમાં જોડાયને સહાય ભૂત થાઓ… “જન… જન… જાગે….. એઇડસ ભાગે”
ચાલો સૌ સાથે મળીને એઇડસને નાબુદ કરીએ
1988 થી દર 1લી ડિસેમ્બરે વિશ્વ એઇડસ દિવસની ઉજવણી કરાય છે, પણ માત્ર આ ઉજવણી ફકત 1 દિવસ પૂરતી સિમિત ન રહે તે જોવાની સૌની જવાબદારી છે. એઇડસને અંકુશ કરવો કોઇ એકલ-દોકલ વ્યકિતનું કામ નથી સૌના સહિયારા પ્રયાસો જ આપણને ધાર્યા પરિણામ આપી શકે છે. યુવા વર્ગ ને વધુ અસરકર્તા HIY-AIDSની લડાઇમાં તેની સામેલગીરી અતિ આવશ્યક છે.
છેવાડાના માનવી સુધી એઇડસ અંગેની સાચી અને વૈજ્ઞાનિક માહિતી પહોચાડવાની તાતી જરુરીયાત છે. કોરોના સામેની લડાઇમાં સૌનો પ્રયાસ રંગ લાવ્યો જેમાં વષોર્ર્થી લડાતી એઇડસ સામેની લડતનો અનુભવ કામ આવ્યો હતો. સાવચેતી એજ સલામતી છે. એઇડસને જાણો…. એઇડસને ટાળો… તેનાથી ડરવાની પણ જરુર નથી કોઇને થાય તો પણ તેની તમામ તપાસ દવા, નિદાન, સારવાર દરેક સરકારી હોસ્પિટલમાં થાય છે, ત્યાં તેનો સ્પેશિયલ વિભાગ જ કાર્યરત છે.