બોરીચા ગામેથી ખોડીયાર માતાના નામે ધતિંગ કરનાર ભુવો ઝડપાયો
આજના આધુનિક યુગમાં પણ અંધશ્રધ્ધા લોકોનો પીછો છોડતી નથી. ત્યારે તેવા સમયે બરડા પંથકના બોરીચા ગામના વાડી વિસ્તારમાં રહેતા એક ભુવા આતાના ધતિંગનો વિજ્ઞાન જાથા દ્વારા પદર્ાફાશ કરવામાં આવ્યો છે.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સોઢાણા ગામ નળક ભેટકડી તરફ જતા વાડી વિસ્તારમાં રહેતા દુલા લાખા કારાવદરા નામના એક વ્યકિતએ વિજ્ઞાન જાથાને એવી ફરિયાદ કરી હતી કે બોરીચા ગામના વાડી વિસ્તારમાં રહેતો કાના દુદા ઓડેદરા નામનો શખ્સ તેમની વાડીના રહેણાંક મકાનમાં ખોડીયાર માતાળનું નાનકડું મંદિર રાખી દાણા જોવાનું કામ કરે છે. જેના કારણે દુલા કારાવદરાના કુટુંબીજનો આ ભુવા પાસે દાણા જોવડાવવા માટે ગયા હતા. તેવા સમયે કાના ઓડેદરા નામના આ ભુવાએ દુલાભાઈના માતા સંતોકબેનનું નામ ડાકણ તરીકે આપી દીધું હતું. જેના પરીણામે દુલાભાઈએ રોષે ભરાઈ આ બાબતની જાણ વિજ્ઞાન જાથાને કરી હતી.
ત્યારબાદ વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા અને તેમની ટીમ બગવદર વિસ્તારમાં આવી પહોંચી હતી અને ત્યાંથી પી.એસ.આઈ. હરદેવસિંહ ગોહિલ અને તેમના સ્ટાફ સાથે આ વિજ્ઞાન જાથાની ટીમ કાના દુદા ઓડેદરાની વાડીએ ગઈ હતી અને કાનાની આકરી પૂછપરછ કરી હતી. તેવા સમયે ભાંગી પડેલા કાનાએ પોતો ખોટી રીતે માતાળના નામે દાણા જોવાનું કામ કરતો હોવાની કબુલાત આપી દીધી હતી. ત્યારબાદ આ ભુવાને બગવદર પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેણે સહુની માફી માંગી આ પ્રકારના અંધશ્રધ્ધાના કામ બંધ કરી દેવાની જાહેરાત કરી હતી. ત્યારે તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવાનું મુલત્વી રાખી, ચેતવણી આપી કાનાને છોડી મૂકવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર કાના ઓડેદરા નામનો આ શખ્સ છેલ્લા પચ્ચીસ વષ્ર્ાથી ખોડીયાર માતાળના નામે દાણા જોવાનું કામ કરી કેટલાયે લોકોના અંધશ્રધ્ધાના ખપ્પરમાં હોમી રહ્રાો હતો. ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે બરડા અને સોરઠમાં અનેક પ્રકારે આવા ભુવાઓ માતાળના નામે, સતી માતાના નામે અને શુરાપુરા બાપાઓના નામે દોરા-ધાગાઓનું કામ કરી લોકોને અંધશ્રધ્ધા તરફ પ્રેરી રહ્રાા છે. જેના કારણે લોકોમાં અંધશ્રધ્ધા વધી રહી છે. ત્યારે કેટલાક કિસ્સાઓમાં તો બિમારીમાં લોકો હોસ્પિટલ કે વૈદ્ય પાસે જવાનું ટાળી આવા ભુવાઓ પાસે દાણાઓ લઈ પોતાની જિંદગી બરબાદ કરી રહ્રાા છે. ત્યારે આ પ્રકારની ઘટનાઓમાં લોકોએ જ જાગૃત બનવું જરૂરી છે