ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેન્કસ ફેડરેશન અને ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેન્ક લિ.નાં સંયુક્ત ઉપક્રમે, સહકારી બેન્કો માટેના અંબ્રેલા ઓર્ગેનાઇઝેશનને પ્રોત્સાહન આપવા ‘સહકાર રમતોત્સવ ૨૦૧૮’નું આયોજન કરાયેલું.
તેમાં ક્રિકેટ, ચેસ, કબડ્ડી, કેરમ અને ટેબલ ટેનિસનો સમાવેશ કરાયેલ.કેરમમાં રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.માંથી ઇમ્તીયાઝભાઇ ખોખર (પ્રથમ), વિજયભાઇ પાઘડાર (દ્વીતીય) અને મેહુલભાઇ શાહ (તૃતીય) અને ચેસમાં લલિતભાઇ નિર્મલ (પ્રમ રનર્સ-અપ) વિજેતા યા હતા.
ક્રિકેટ મેચનાં પ્રમ રાઉન્ડમાં રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિમિટેડે ભાવનગર નાગરિક સહકારી બેન્ક લિ. સામે જીત મેળવી હતી. ક્રિકેટનો ફાઇનલ મેચ અમદાવાદ ખાતે રમાશે.
સહકાર અગ્રણી જ્યોતીન્દ્રભાઇ મહેતા અને અજયભાઇ પટેલે શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, ‘ક્રિકેટ અને દરેક રમત ખેલદીલી શીખવે છે. હાર-જીત એ ફકત રમતનો જ ભાગ છે પરંતુ તેને પચાવતા આવડે તો આપણે જ ફાયદો થાય છે. પ્રમ વખત જ યોજાયેલ ‘સહકાર રમતોત્સવ’થી સહકારી ક્ષેત્રમાં ભાતૃભાવ વધુને વધુ મજબુત બનશે.’ ‘સહકાર રમતોત્સવ’ને અમદાવાદ ડીસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેન્ક દ્વારા સ્પોન્સર કરાયેલ હતો.