- ગેંગસ્ટર છોટા રાજનના સાથીદાર લખન ભૈયાની હત્યા અને ષડયંત્ર મામલે ત્રણ પોલીસ અધિકારી તેમજ અન્ય 17ને દોષીત ઠેરવતી હાઇકોર્ટ
ગેંગસ્ટર છોટા રાજનના સાથીદાર લખન ભૈયાના નકલી એન્કાઉન્ટર કેસમાં મુંબઈના પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માને હાઈકોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. જો કે અગાઉ ટ્રાયલ કોર્ટે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને નિર્દોષ જાહેર કર્યા હતા.
બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ રેવતી મોહિત ડેરે અને ગૌરી ગોડસેની બેંચે ટ્રાયલ કોર્ટના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે. ટ્રાયલ કોર્ટે પ્રદીપ શર્મા વિરુદ્ધના પુરાવાઓને ધ્યાને લીધા ન હતા. કેસને જોડતી કડીઓમાં તેમની સંડોવણી સંપૂર્ણ સાબિત થાય છે.હાઈકોર્ટે 2006ના કેસમાં ચુકાદો સંભળાવી 21 આરોપીઓમાંથી છને નિર્દોષ જાહેર કર્યા હતા, જ્યારે ટ્રાયલ કોર્ટે તેમાંથી 11 વિરુદ્ધ કરેલો નિર્ણય યથાવત્ રાખ્યો છે. આ ઉપરાંત કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન બે આરોપીઓના મોત થયા છે.
વર્ષ 2006માં લખન ભૈયા એન્કાઉન્ટર મામલે ટ્રાયલ કોર્ટે પ્રદીપ શર્માને નિર્દોષ જારી કર્યા હતા, ત્યાર બાદ આ જ વર્ષે તેમના વિરુદ્ધ કોર્ટમાં અપીલ દાખલ કરાઈ હતી, જેને બોમ્બે હાઈકોર્ટે મંજૂરી કરી છે. રામાપ્રસાદ ગુપ્તા ઉર્ફે લખન ભૈયાના વકીલે પોલીસ અધિકારીને નિર્દોષ છોડી મુકવાના મામલાને પડકાર્યો હતો, તો તમામ આરોપીઓએ પણ સજા વિરુદ્ધ અપીલ કરી હતી.
લખન ભૈયાની હત્યા અને ષડયંત્ર મામલે ત્રણ પોલીસ અધિકારી તાનાજી દેસાઈ, પ્રદીપ સૂર્યવંશી અને દિલીપ પલાંડેને દોષી જાહેર કર્યા છે. તેમજ અથડામણમાં મદદ કરનારા અને ઉશ્કેરવા મામલે અન્ય 17ને દોષીત ઠેરવ્યા છે.જોકે કોર્ટની સુનાવણી દરમિયાન બે આરોપી જનાર્દન ભાંગે અને પોલીસ નિરીક્ષક અરવિંદ સરવનકરનું નિધન થયું હતું.
આ કેસમાં 2011માં 13મી માર્ચે થયેલી અથડામણનો મુખ્ય સાક્ષી ભેડા પણ ગુમ થઈ ગયો હતો અને બે મહિના બાદ નવી મુંબઈ પોલીસને 30 જૂને તેનો મૃતદેહ મળી આવ્યો હતો. લખન ભૈયા અંડર વર્લ્ડ ડૉન છોડા રાજનનો સાથી હોવાનું કહેવાય છે. કેસની તપાસમાં ષડયંત્ર રચાયું હોવાનું સામે આવ્યું હતું. પ્રદીપ શર્માની ટીમે લખન ભૈયાને અનિલ ભેડા સાથે વાશીથી પકડ્યો હતો અને ત્યારબાદ તે સાંજે મુંબઈના વર્સોવામાં નાના-નાની પાર્ક પાસે એક કથિત અથડામણમાં હત્યા કરી દીધી હતી.
પ્રદીપ શર્માએ કુલ 113 એન્કાઉન્ટર કર્યા
મુંબઇ પોલીસની વિવિધ શાખામાં ફરજ બજાવી ચૂકેલા પ્રદીપ શર્માએ અત્યાર સુધીમાં 113 એન્કાઉન્ટર કર્યા હતા. લખન ભૈયા બોગસ એન્કાઉન્ટર કેસમાં 2008માં પ્રદીપ શર્મા અને બીજા તેર પોલીસમેનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 2013માં એમને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા.