જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે. ત્યાં ઘણા વધુ આતંકવાદીઓ ઘેરાયેલા છે. સતત ગોળીબાર ચાલુ છે. માર્યા ગયેલા આતંકવાદી પાસેથી ઘણા ગુપ્ત દસ્તાવેજો, હથિયારો અને બોમ્બ મળી આવ્યા છે. આતંકીની ઓળખની તપાસ ચાલી રહી છે.
આતંકવાદીઓનું એન્કાઉન્ટર સોપોરના રફિયાબાદમાં થયું હતું. આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ સોપોર પોલીસ અને 32 રાષ્ટ્રીય રાઈફલ્સની સંયુક્ત ટીમ તેમને ઘેરી લેવા માટે બનાવવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ આ પ્રથમ એન્કાઉન્ટર (Encounter) છે. રાજ્યમાં યોજાનારી ચૂંટણી માટે અત્યાર સુધીમાં અર્ધલશ્કરી દળોની 300 જેટલી કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. જેમાં ITBP, BSF, CRPF અને અન્ય ઘણા અર્ધલશ્કરી દળોનો સમાવેશ થાય છે. આ તમામને શ્રીનગર, હંદવાડા, ગાંદરબલ, અનંતનાગ, શોપિયાં, પુલવામા, અવંતીપોરા, બડગામ, કુપવાડા, બારામુલ્લા, બાંદીપોરા અને કુલગામમાં તૈનાત કરવામાં આવ્યા છે.
સેનાએ શું કહ્યું…
હુમલા બાદ સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે. પોલીસ અને સેનાના જવાનો આતંકીઓની શોધમાં લાગેલા છે. ભારતીય સૈન્યના ચિનાર કોર્પ્સે ટ્વિટ કર્યું, “વિસ્તારમાંથી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) પોલીસની સંયુક્ત ટીમ પર સોપોરના વોટરગામ વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. સતર્ક સૈનિકોએ ઝડપી જવાબ આપ્યો અને “ફાયરિંગ શરૂ થઈ ગયું છે. ઓપરેશન ચાલુ છે.”