- છત્તીસગઢના નારાયણપુરમાં નક્સલીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ
- 1 જવાન શહીદ, 4 નક્સલીઓ ઠાર
છત્તીસગઢના નારાયણપુરમાં ક્ષેત્રમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં ચાર નક્સલવાદીઓ ઠાર થયા છે. તેમજ તેમના શબ જપ્ત કરવામાં આવ્યા છે. આ અથડામણમાં સુરક્ષા દળોએ એક-47 અને SLR સહિત ઓટોમેટિક હથિયારો પણ જપ્ત કર્યા છે.
4 નક્સલીઓ ઠાર
આ અથડામણ છત્તીસગઢના નક્સલ પ્રભાવિત નારાયણપુર અને દંતેવાડા જિલ્લા સુધી વિસ્તરી છે. પોલીસ કર્મીઓએ જણાવ્યા મુજબ, આ અથડામણ નારાયણપુર-અબુઝમાડ બોર્ડર પરથી શરૂ થઈ છે. આ ઓપરેશનમાં આસપાસના 4 જિલ્લાના સુરક્ષાદળો સામેલ છે.
નક્સલવાદીઓએ ગોળીબાર કર્યો
પોલીસ કર્મીઓએ જણાવ્યું હતું કે, નક્સલ વિરોધી અભિયાનમાં DRG અને STFની સંયુક્ત ટીમને અબુઝમાડ જિલ્લામાં રવાના કરી હતી. આ ટીમ સાંજે 6.00 વાગ્યે નક્સવાદ પ્રભાવિત વિસ્તારમાં પ્રવેશતાં જ નક્સલવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. જેના જવાબમાં સુરક્ષાદળોએ કાર્યવાહી કરી હતી.
છત્તીસગઢના દંતેવાડા અને નારાયણપુર જિલ્લાની સરહદ પર અબુઝહમદના જંગલોમાં શનિવારે મોડી રાતથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે 3 જાન્યુઆરીએ નારાયણપુર, દંતેવાડા, જગદલપુર, કોંડાગાંવ જિલ્લામાંથી DRG અને STFની સંયુક્ત ટીમો અબુઝમાદ વિસ્તાર માટે રવાના થઈ હતી. સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે 4 જાન્યુઆરીની સાંજે અબુઝહમદમાં અથડામણ શરૂ થઈ હતી અને બંને પક્ષો તરફથી સમયાંતરે ગોળીબાર થઈ રહ્યો છે.
બંને તરફથી વચ્ચે-વચ્ચે ગોળીબાર થયો હતો
બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષકે જણાવ્યું કે જંગલમાં સર્ચ ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં 4 ગણવેશધારી નક્સલીઓના મૃ*તદેહ મળી આવ્યા છે. તેમજ તેમની પાસેથી AK 47 અને SLR જેવા ઓટોમેટિક હથિયારો મળી આવ્યા છે. નક્સલવાદીઓ સાથેની આ અથડામણમાં દંતેવાડા DRG જવાન હેડ કોન્સ્ટેબલ સન્નુ કરમ શહીદ થયા હતા. સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે. દંતેવાડા, નારાયણપુર, કોંડાગાંવ અને બસ્તર જિલ્લાના 1 હજાર DRG અને STF જવાનોએ શનિવારે નક્સલવાદીઓના મુખ્ય વિસ્તારને ઘેરી લીધો હતો. બંને તરફથી વચ્ચે-વચ્ચે ગોળીબાર થયો હતો. સૈનિકો હજુ પણ સ્થળ પર હાજર છે.