ગત અંકમાં આપણે જોયું કે અર્જુન બે સેનાની વચ્ચે પોતાનો ર રાખીને શત્રુઓને જોવા ઈચ્છે છે. પરંતુ તેણે શું જોયું ? તે જાણીએ.
પૃાપુત્ર અર્જુને ત્યાં એ બન્ને સેનાઓમાં રહેલા વડીલો, કાકાઓ, પિતામહો, ગુરુઓ, મામાઓ, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો, સસરાઓ તેમજ હિતૈષીઓને જોયા. (ગીતા.૧/૨૬-૨૭ પૂર્વાર્ધ)
આ ઉપરાંત તે આ યુદ્ધમાં ધૃષ્ટદ્યુમ્ન, શિખંડી અને સુર આદી સાળાઓ, જયદ્ર આદી બનેવીઓ ઉપરાંત અનેક સંબંધીઓને તેને બન્ને સેનામાં જોયા.
કુન્તીપુત્ર અર્જુન પોતાના સ્વજનોને જુવે છે ત્યારે અત્યંત કરુણાી ઘેરાઈને વિષાદમાં પડી જાય છે. (ગીતા. ૧/૨૭-૨૮ પૂર્વાર્ધ)
ગીતા ઉપદેશનું તાત્પર્ય હવે ! અહીંી શરૂ ાય છે. અર્જુનને સ્વજનોમાં આસક્તિ ઈ ગઈ છે. આ સ્વજનાસક્તિ રૂપી મોહ જ તેના વિષાદનું અને શ્રીમદ્ભગવદ્ગીતા ઉદ્ભવનું કારણ છે.જ્યાં-જ્યાં મોહ વ્યાપે છે ત્યાં-ત્યાં અંધકાર પ્રવેશે છે.અહીં પ્રશ્ન ાય કે મોહ ઉદ્ભવે છે કેવી રીતે ? આંખો દ્વારા આપણે જોઈએ છીએ પરંતુ અજ્ઞાન અને અણસમજણના અંધારાને કારણે જે જોયેલું છે તેને જેમ છે તેમ ઓળખી શકતા ની, તેી મોહ ઉત્પન્ન ાય છે.
અર્જુન પોતાના શત્રુઓને જુએ છે પરંતુ મોહના કારણે તે શત્રુઓને સ્વજન માની લે છે.તે ભૂલી જાય છે કે જેણે તે પોતાના ભાઈઓ માને છે તે ભાઈઓએજ છળકપટી પોતાનું રાજ્ય પડાવી લીધું છે. જેણે તે પોતાના વડીલો, કાકાઓ, પિતામહો, ગુરુઓ માને છે તેમણે જ જ્યારે ભરસભામાં પોતાની પત્નીનાં ચીર હરણ ઈ રહ્યાં હતાં ત્યારે મૌન સેવ્યું હતું. જેને તે પોતાના મામાઓ અને સ્વજનો માને છે તે જ આજે પોતાના વિપક્ષી શત્રુઓ ઈને પોતાની સામે ઊભા છે.પોતાના સ્વજનોી પોતાને આટલો અન્યાય યો હોવા છતાં તે મોહવશ આસક્ત ઈ ગયો છે. તેી જ તે અત્યંત કરુણાી ઘેરાઈને વિષાદમાં પડી જાય છે.
જેણે આપણે આપણા બહુ અંગત માનીએ છીએ તે ખરેખર અંગત હોય છે ? શું તેઓ પણ આપણને એવાજ અંગત માને છે?એકવાર વિજયાત્માનંદ સ્વામીનું મંડળ એક ગામમાં આવ્યું ત્યાં એક યુવક સ્વામીને મળવા આવ્યો. યુવકે સ્વામીને કહ્યું, મારા માવતરને મારે વિષે મરી મટે એવું હેત છે. ત્યારે વિજયાત્માનંદ સ્વામી એ કહ્યું જે, ર્સ્વાયિું હેત છે, સાચું ન હોય. ત્યારે છોકરે કહ્યું, ના મહારાજ ! ખરેખરું હેત છે. ત્યારે વિજાયાત્માનંદ સ્વામી કહે, તુ ખોટો-ખોટો માંદો ાજે પછી અમે આવશું, એટલે જેમ હશે તેમ બતાવી દેશું. પછી તે છોકરો માંદો યો, એટલે તેના માવતર ઓષળ કરવા લાગ્યા અને કહે, ભાઈ તને રોગ યો તે અમને કાં ન યો ? એમ કહેતા હતાં ત્યાં સાધુ ગયા અને પૂછ્યું, કોણ સૂતું છે ? ત્યારે કહે જે, અમારા દીકરાને કાંઈક ચોઘડિયું ભજી ગયું, ત્યાં આવતા વેંત જમીન પર પડી ગયો ને બોલતો ની, ઘણા ઉપાય કર્યાં, ફકીર તેડાવ્યો, દાણા નખાવ્યા, પણ કાંઈ કારી લાગતી ની, પછી સાધુ કહે, કહો તો અને સાજો કરીએ. તો તે કહે, તો તો તમારા જેવા કોઈ નહિ. પછી સાધુએ દૂધ મંગાવ્યુને માહી સાકર નંખાવીને સાત વાર તેને મોી ઉતાર્યું. પછી કહે, આ દુધમાં મોંત આવ્યું છે; માટે જે કોઈ જે કોઈ આ પીએ તે આને સાટે મરે ને આ છોકરો જીવતો ાય. પછી તેના બાપને કહ્યું, તમે ખાઈ-પી ઊતર્યા માટે પી જાઓ. ત્યારે તેના બાપે પીવાની ના પાડી, ને કહે, મરાય નહીં. પછી તેની માતાને પુછાવ્યું, તો તે કહે જે, હું તો રેંટિયો કાંતીને પેટ ભરીશ, પણ મરાય નહિ ભાઈ. પછી તેની ીને પીવા કહ્યું ત્યારે તે કહે, હું તો ઘરી જઈશ, મારે શું કામ પીવું પડે ? પછી તેની બહેનને કહ્યું, તો કહે, હું તો મારે સાસરે જઈશ; મારે એનો કમખોં જોઈતો ની. એમ રૂડી રીતે સૌએ ના પાડી ત્યારે વિજયાત્માનંદ સ્વામી કહે, કહો તો અમે પી જઈએ. ત્યારે કહે, અહો ! અહો મહારાજ ! તમે તો પ્રભુના ઘર છો. તે તમે પી જાઓ તો તો બહુ ઠીક ! પછી સાધુ તે દૂધ પી ગયા ને છોકરા ને કહે, ઊઠ બેઠો ા ! એટલે તે તરત બેઠો યો કુંટુંબીજનોને કહ્યું જે, તમે તો મને મૂઓ વાંચ્યો હતો ને સાધુએ જિવાડ્યો છે; માટેહું તો એના ભેળો જઈશ. એમ કહી, સાધુ ભેળો ચાલી નીકળ્યો. તે જગતનું ર્સ્વાયિું હેત છે, પણ તે ખરે ટાણે ખબર પડે