સહિયર રાસોત્સવમાં સતત બીજા નોરતે પણ ખેલૈયાઓનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો હતો. રાસોત્સવ તમામ વ્યવસ્થાના માઈક્રોપ્લાનીંગથી સફળ થતો હોવાનું આયોજક સુરેન્દ્રસિંહ વાળા, ક્રિપાલસિંહ વાળા, ચંદુભા પરમાર વગેરે જણાવી રહ્યાં છે. ‘જીલ એન્ટરટેઈનમેન્ટ’ના સથવારે ગમતીલા ગાયકોએ પ્રાચીન-અર્વાચીન ગીતો ગાઈને ખેલૈયાઓને હોંશભેર ઝુમતા કરી દીધા હતા. વિજેતાઓને મહેમાનો સર્વે જનકસિંહ ગોહિલ, બી.ટી. ગોહિલ, કુલદિપસિંહ જાડેજા, પ્રતિપાલસિંહ ચુડાસમા, જયદિપસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ ઝાલા, અભિષેક તાલા, રણધીરસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજા, મયુરસિંહ ઝાલા, નીખીલ ગોહિલ, આનંદ મકવાણા, ભગીરથ લોખિલ, સંદિપભાઈ કણસાગરા, વિનોદભાઈ કણસાગરા વગેરેના હસ્તે ઈનામો અપાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.