ગુજરાતનો સૌથી ઉંચો રાવળ દહન રાજકોટમાં: ભવ્ય આતશબાજી: મેઘનાથ અને કુંભકર્ણના પુતળાને પણ સળગાવાશે: વિહિપ- બજરંગ દળની મીટીંગ મળી
વિશ્ર્વ હિંદુ પરિષદ બજરંગદળ દ્વારા રાજકોટ મહાનગરમાં વર્ષોથી રાવણદહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેમજ આ વર્ષે સમગ્ર ગુજરાતમાંથી રાજકોટમાં સૌથી ઉંચામાં ઉંચુ રાવણનું પુતળુ બનાવવામાં આવશે અને વિજયાદશમી એટલે કે દશેરાના દિવસે તા. ૧૮-૧૦ ના રોજ રેસકોર્ષ મેદાનમાં સાંજે ૭ કલાકે રાવણ કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું દહન કરાશે અને ભવ્ય આતશબાજી કરી કાર્યક્રમ કરવામાં આવશે. અશુરી શકિતના નાશ માટે વિજયાદશમીના દિવસે રાવણ દહન તથા શસ્ત્ર પૂજન કરી વિજયાદશમી ઉજવાઇ છે. આ વર્ષે રાજકોટ મહાનગરમાં ગુજરાતનો સૌથી ઉંચો ૬૦ ફુટનો રાવલ બનશે અને મેઘનાથ અને કુંભકર્ણના ૩૦ ફુટ ઉચા પુતળા બનાવવામાં આવશે. રાવલ બનાવનાર કારીગરો યુ.પી. (આગ્રા) સ્પેશ્યાલીસ્ટ બોલાવવામાં આવે છે. જે રાજકોટમાં ગુજરાતનો સૌથી ઉંચો રાવલ બનાવશે. સાથે ભવ્ય આતીશબાજી યોજવામાં આવશે. રાવલ દહનની દહનની પૂર્વ તૈયારી માટે એક મીટીંગ મળી જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત અઘ્યક્ષ હરીભાઇ ડોડીયા, શાંતુભાઇ ‚પારેલીયા, હસુભાઇ ચંદારાણા, હરેશભાઇ ચૌહાણ, નીતેશભાઇ કથીરીયા, કૃણાલભાઇ વ્યાસ, વિનુભાઇ ટીલાવત, રામભાઇ શાંખલા, સુશીલભાઇ પાંભર, રાહુલભાઇ જાની, કલ્પેશભાઇ મહેતા, રીશીતભાઇ શીંગાળા, મનોજભાઇ કદમ, ધનરાજભાઇ રાધાણી, વનરાજભાઇ ચાવડા, અશોકસિંહ ડોડીયા, મહેશભાઇ ડોડીયા, ઇશ્ર્વરભાઇ શર્મા, કલ્પેશભાઇ રાવલ, હિનેશભાઇ મકવાણા વિગેરે હાજર રહ્યા હતા.