ho

વિશ્વભરમાં પાક. પોતાના ભૂતકાળને લઇ વિશ્વસનિયતા ગુમાવી રહ્યું છે

ઇમરાન ખાનનું નામ સામે આવે એટલે સૌથી પહેલા ક્રિકેટમાં ઉચ્ચ સ્તરીય બોલર તરીકે તેમની છબી પ્રસ્તૃત થાય છે કહેવાય છે કે પહેલાના સમયમાં ક્રિકેટમાં રિવર્સ સ્વિન શું હતું તેની કોઇને પણ કલ્પના ન હતી ત્યારે ઇમરાન ખાને રિવર્સ સ્વિન નામક છૂપુ શસ્ત્રનો ઉપયોગ કરી ૧૯૯૨ના વિશ્વ કપમાં જ્યારે પાક.ને જીત અપવડાવી ત્યારે તેમનું નામ તમામ ક્રિકેટ પ્રેમીઓના મુખે બોલાવી રહ્યું હતું.

તેઓએ પોતાના રિવર્સ સ્વિનના કરતબથી ભલભલાં અને નામાંકીત બેટ્સમેનોને આઉટ કરી દીધાં હતાં ત્યારે ઇમરાન ખાનની બીજી ઇનીંગ શરૂ થઇ ગઇ છે જેમાં તેમનું સ્થાન પાકિસ્તાનના વડાપ્રધાનનું છે. પાકિસ્તાનની વાત કરીએ તો પાક.ની મથરાવટી ખૂબ જ મેલી હોવાના કારણે ઇમરાન ખાન જે પાક.ને દેવામાંથી મુક્ત કરવા ઇચ્છી રહ્યાં છે ત્યારે આ ભૂતકાળ તેમને ખૂબ જ અડી રહ્યો છે વિશ્વ આખાને હાલ પાકિસ્તાન ઉપર સહેજ પણ ભરોસો બેસતો નથી ત્યારે ઇમરાન ખાન પોતાની રિવર્સ સ્વિનનો ઉપયોગ રાજકીય રીતે કઇ રીતે કરી શકશે તે જોવાનું રહ્યું.

પાકિસ્તાન આતંકીઓ માટે છત્રછાયા સમાન બની ગયું છે તેવો આક્ષેપ અને તેવો આરોપ લાગી રહ્યું છે તેમ પ્રધાનમંત્રી ઇમરાન ખાને જણાવ્યું હતું મુંબઇ હુમલાના ગુનેગાર હાફિઝ સૈયદ અને દાઉદ ઇબ્રાહિમ વિશે જ્યારે તેમને પૂછવાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે તેમની સરકારને આ મુદો વારસામાં મળ્યો છે.

ભૂતકાળમાં થયેલી ભૂલીને લીધે તત્કાલીન પ્રધાનમંત્રીને દોસી ન ઠહેરાવી શકાય. વધુમાં ઇમરાન ખાને જણાવ્યું હતું કે તે આ મુદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરવા તૈયાર છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સાથે વાર્તાલાપ કરવામાં તેમને ખૂબ જ રસ છે અને તેઓ રાજી પણ છે. જે મુદે ભારતે ટીપ્પણી કરતાં જણાવ્યું હતું કે પાકિસ્તાન સાથે ત્યાં સુધી વાત થઇ નહીં શકે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પરથી આતંકીઓને સમર્થન દેવાનું બંધ નહીં કરે.

ઇમરાન ખાને વધુમાં જણાવ્યું હતું કે ૨૦૦૪માં ભૂતપૂર્વ ભારતના વડાપ્રધાન અટલજી બિહારી વાજપાઇ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુસરફે જણાવ્યું હતું કે તેમના વિસ્તારનો ઉપયોગ આતંકવાદીઓ કે પછી આતંકી પ્રવૃતિ નહીં કરવામાં આવે જેને લઇ ભારતે પોતાની વાત પર અડીગ રહ્યું છે પરંતુ પાકિસ્તાન પોતાના વિસ્તારમાંથી લશ્કરે તોયબ્બા તથા જેઇસે મોહમ્મદ જેવા આતંકી સંગઠનોને શરણ આપે અને તેમના દેશ વિરોધી મનસૂબાને ચરિતાર્થ કરવા મદદ પણ કરે છે.

પાક.ના વડાપ્રધાન ઇમરાન ખાને જણાવ્યું હતું કે ભૂતકાળમાંથી શિખ લેવી જોઇએ નહીં કે ભૂતકાળમાં જીવું જોઇએ. તેઓએ જણાવ્યું હતું કે વિદેશી મંત્રીઓ સાથે જે બેઠક કેન્સલ થઇ છે તેમનો તેમને ખૂબ જ ખેદ છે. ત્યારે શાંતિની ચર્ચા એક પક્ષે નહીં પરંતુ બંને પક્ષે થવી જોઇએ. હાલ ભારતમાં લોકસભાનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે પાક.ને ભરોસો છે કે લોકસભાની ચુંટણી બાદ ભારત સરકાર શાંતિ ચર્ચા માટે જરૂર પાક. સાથે બેસશે. પાકિસ્તાન પણ ભારત સાથે શાંતિ ચર્ચા ઇચ્છી રહ્યું છે જેથી બંને દેશોનો પરસ્પર રીતે વિકાસ થાય અને વિશ્વ આખામાં એક હકારાત્મક છાપ ઉભી કરે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની વાતચીત ખૂબ જ હકારાત્મક રહી હતી જેમનો તેમને આનંદ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.