સમગ્ર ઝાલાવાડમાં પ્રથમ હરોળમાં આવતા અને ખેતીના પાકની સૌથી વધુ આવક ગણાતા હળવદ માર્કેટીગ યાર્ડમાં નવા જીરૂના પાકનો શુભારંભ થયો છે જેમાં જીરૂની ૧૫૪૧૯ મણ જેટલી મબલખ આવક થઈ હતી અને બજાર ભાવ પણ સારા મળતા ખેડૂતોમાં આનંદની લાગણી અનુભવી રહ્યા છે.

ઝાલાવાડના હળવદ પંથકના વિસ્તારોમાં પાણીની પુરતી સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી અહી જીરૂના પાક પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. રોકડીયા પાક તરીકે ઓળખાતા જીરાના પાક સારી ક્વોલિટી અને સારું ઉત્પાદન આવતા ખેડૂતોમા આનંદ વ્યાપી ગયો છે. ત્યારે હળવદ માર્કેટીગ યાર્ડમા રવિપાકની આવક શરૂ થતાં તેમાંય ખાસ કરીને જીરૂના ભાવ આસમાને પહોંચ્યા છે. જેમા જીરૂના ભાવ  ૨૮૦૦/૩૧૦૦ સુધી પહોંચી ગયા હતા. આ અંગે માર્કેટીગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલના જણાવ્યા અનુસાર જીરૂની આવક ગઈકાલે ૧૫૮૧૯ મણની આવક થઈ હતી અને આ તો હજુ શરૂઆત છે.

જેમ જેમ તડકો વધશે તેમ હળવદ માર્કેટીગ યાર્ડમા આવક વધશે. તેમજ આ સાથે ચણાની ૩૦૦૦ મણ જેટલી મબલખ આવક થઈ છે જેના ભાવ ૭૦૦/૭૬૦ બજારભાવ ખેડૂતોને મળી રહે છે તથા ધાણા ૨૯૨૧ મણની આવક, ૮૫૦/૧૩૮૯ બજારભાવ તેમજ રાયડો ૬૦૦૦ મણની આવક  ૯૦૦/૧૦૪૦ બજારભાવ રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.