શિક્ષણ, સ્વાસ્થ્ય, ડિફેન્સ, પોલીસ અને લો એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટમાં મોટા ભાગની જગ્યાઓ પર યોગ્ય ઉમેદવારોની અછત
ભારતમાં ગરીબી અને બેરોજગારી પાયાની સમસ્યાઓ છે. દેશની વસ્તી ૧૨૧ કરોડ છે. જેમાંથી ૩૧ ટકા વસ્તી ૨૦ થી ૪૪ વય ધરાવતા યુવાનોની છે. હાલ એવુ પ્રચલિત છે કે ભારતમાં બેરોજગારીની સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. જેનું મુખ્ય કારણ વસ્તી વધારો છે એમ માનવામાં આવી રહ્યું છે. વધતી વસ્તીને કારણે નોકરીઓની અછત વર્તાય છે. અને લોકો બેરોજગાર રહે છે. પરંતુ તાજેતરની છ કેન્દ્રીય મંત્રાલયોની માહિતી પ્રમાણે જાણવા મળ્યું કે, ભારતમાં ઠેર-ઠેર નોકરીઓની જગ્યા છે પરંતુ તે જગ્યા માટે યોગ્ય મુરતીયા નથી. મંત્રાલયોના અહેવાલ પરથી ભારતમાં બેરોજગારી તરીકેની મુળ સમસ્યા ખોટી જણાઇ છે. ઉમેદવારોની યોગ્ય લાયકાતના અભાવે સારી ઢગલાબંધ નોકરીઓ ખાલી છે.
ડીફેન્સ, હ્યુમન સોર્સિસ ડીપાર્ટમેન્ટ, હેલ્થ, હોમ, ફાયનાન્સ અને લો એમ છ મંત્રાલયોના અહેવાલ પ્રમાણે મોટાભાગના મહત્વના ક્ષેત્રોમાં રીટાયરમેન્ટ અને પ્રમોશનના કારણે ૬ થી ૧૦ ટકા જગ્યાઓ ખાલી રહે છે અને સરેરાશ ર૦ થી પ૦ ટકા જગ્યાઓ ખાલી રહે છે. અહીં જુદા-જુદા ક્ષેત્રોમાં કેટલી જગ્યાઓ છે તે અંગે વિશેષ માહિતી આપેલી છે.
શિક્ષણ: હ્યુમન રીસોર્સીસ ડેવલપમેન્ટ મંત્રાલયના અહેવાલ પરથી જાણવા મળ્યું છે કે દેશમાં પ્રાથમિક અને ઉચ્ચતર માઘ્યમિક શાળાઓમાં ૧૦ લાખથી વધુ શિક્ષકોની જ‚રિયાત છે. દેશભરમાં ૧૦ લાખ જેટલી શિક્ષકોની જગ્યાઓ ખાલી પડેલી છે. જેમાંથી આઇઆઇટી, એનઆઇટી અને આઇઆઇએમ જેવી ટોચની ઇન્સ્ટીટયુટમાં ૬૦૦૦ જેટલી જગ્યાઓ ખાલી છે. જ્યારે અન્ય ૬૦૦૦ જગ્યાઓ સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં ખાલી છે. એન્જીનીયરીંગ કોલેજોના અન્ડરગ્રેજ્યુએટ કોર્ષમાં ર૯ ટકા (૪.ર લાખ) જગ્યાઓ ખાલી પડેલી છે. સ્થાપક પ્રોફેસર એસ. સડાગોપને કહ્યું હતું કે આ ક્ષેત્રમાંથી મોટાભાગની શાળાઓમાં જ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે.
સ્વાસ્થ્ય: એમસીઆઇની માહિતી અનુસાર ડોકટર, પેશન્ટનો રેશિયો ૧:૧,૫૬૦ છે. એટલે કે ૧૫૬૦ દર્દીઓની સામે એક ડોકટર કાર્યરત છે. નિષ્ણાંતોએ કહ્યું કે, યોગ્ય આંતરમાળખાની સુવિધાઓના અભાવે ગ્રામ્ય વિસ્તારમાં દવાખાનાઓમાં ડોકટરોની જગ્યાઓ ખાલી છે. બેંગ્લોરના કીસ્મત હોસ્પિટલના મેડીકલ ડાયરેકટર ડો.અજીથ બેનેડીકટે કહ્યું કે, આપણે ગ્રામ્ય વિસ્તારમાં વધુ ને વધુ હોસ્પિટાલીટી સુવિધાઓ ઉભી કરવાની જ‚ર છે.
પોલીસ અને લો એન્ફોર્સમેન્ટ: આ વર્ષે જાન્યુઆરીમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં લગભગ ર૪ ટકા જગ્યાઓ ખાલી હતી. તાજેતરમાં જ ઠેર-ઠેર પોલીસ ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. ભારતની પ્રીમીયર ઇન્વેસ્ટીગેશન એજન્સી સીબીઆઇમાં રર ટકા જગ્યાઓ ખાલી છે. આમ આ ક્ષેત્રમાં માત્ર ૩.૬ ટકા કાર્યરત છે. પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ જી.કે.પીલાઇએ કહ્યું કે, દરેક અધિકારીને કાર્યક્ષમતા કેળવવાની અને આ ક્ષેત્રમાં ઇફેક્ટીવ પોલીસી લાવવાની જ‚ર છે. પરંતુ સરકાર તે અંગે સજાગ નથી અને અધિકારીઓ તેમના રિટાયરમેન્ટને લઇને ચિંતીત રહે છે.
ડિફેન્સ: રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ક્ષેત્રમાં ટેકનીકલમાં ૪૧ ટકા જ્યારે નોન-ટેકનીકલમાં ૪૪ ટકા જગ્યાઓ ખાલી છે. ડીફેન્સ એનાલીસ્ટ મુખ્ય કેપ્ટન જી.જે.સીંઘે કહ્યું કે, અન્ય ક્ષેત્રોમાં રહેલી તકો આ ક્ષેત્રમાં અછત હોવાનું મુખ્ય કારણ છે. પરંતુ અમે અમારા સૈનિકોને કેવી રીતે ટ્રીટ કરવા તે ઉપર જ ઘ્યાન આપી રહ્યા છીએ. આ ક્ષેત્રમાં જ્યાં સુધી કાર્યરત જવાનોને પુરતુ પ્રોત્સાહન નહિ મળે ત્યાં સુધી અન્ય પણ ડીફેન્સમાં જોડાવા પ્રોત્સાહિત થશે નહીં.