વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ગણેશ મહોત્સવ દરમિયાન અનુદાનનો ચેક રોટરી કલબના પ્રમુખને અર્પણ કર્યો

રોટરી કલબ ઓફ અમરેલી દ્વારા થેેલેસેમીયાના દર્દીઓના લાભાર્થે સીનીયર સીટીઝન પાર્કમાં આયોજીત ગણપતિ મહોત્સવમાં અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી આરતી માટે ઉ૫સ્થિત રહ્યા હત. આ પ્રસંગે પરેશભાઇ ધાનાણી દ્વારા રોટરી કલબ ઓફ અમરેલી સીટી દ્વારા ચલાવવામાં આવતા થેલેસેમીયાના દર્દીઓને બોનમેરો ટ્રાન્સપ્લાંટ અભિયાનમાં સહાય પેટે રૂ ૧,૩૫ લાખનું વ્યકિતગત પોતાના બચત ખાતામાંથી અનુદાનનો ચેક રોટરી કલબ ઓફ અમરેલી સીટીમાં પ્રમુખ સંજયભાઇ ભુવાને સુપ્રસ્ત કરવામાં આવેલ હતો.

અમરેલી જીલ્લામાં હાલ ૧૧૧ થેલેસેમીયાના દર્દી નોંધાયેલ છે જેમને પ્રત્યેકના રિપોર્ટ વિગેરેમાં રૂ ૧૦ થી ર૦ હજારનો ખર્ચ થાય છે. ૧૧૧ પૈકી ૯ દર્દી એચએલએ ટેસ્ટ પોઝીટીવ છે. જેમનો બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશનનો ખર્ચ ખાનગી હોિ૫સ્ટલમાં રૂ ૨૦ લાખ જેવો થાય છે. જયારે રોટરી કલબ ઓફ અમરેલી સીટી દ્વારા સીઆઇએમએ હોસ્પિટલ સાથે પ્રત્યેક દર્દીનું ઓપરેશન રૂ ૯ લાખમાં કરવાનું નકકી કરવામાં આવેલ છે.

જે મુબજ ૯ દર્દીનું ટ્રીટમેન્ટનો ખર્ચ રૂ ૮૧ લાખ જેવો થાય તે પૈકી પ૦ એટલે કે રૂ ૪૦ લાખની સહાય રોટરી ઇન્ટર નેશનલ દ્વારા આપવામાં આવશે. દદી દીઠ ૨.૩૩ લાખની સહાય સરકાર તરફથી મળે છે અને બાકીના રપ લાખ જેવી રકમ રોટરી કલબ ઓફ અમરેલી સીટી દ્વારા સહાય ખર્ચ ચુકવવો પડે તેમાં પરેશભાઇ ધાનાણીએ પોતાના વ્યકિતગત બચત ખાતાના ચેકથી રૂ ૧.૩૫ લાખનો ચેક રોટરી કલબ ઓફ અમરેલી સીટીના પ્રમુખ સંજયભાઇ ભુવાને આપવામાં આવેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.