ન્યાય નહીં મળે તો સમસ્ત સાધુ સમાજ, અખાડાના મહંતો, હિન્દુ સંસ્થાઓ દ્વારા આગામી ચૂંટણીમાં રર લાખ સાધુ સમાજના લોકો મતદાનથી અલિપ્ત રહેશે: ડો. મનીષ ગોસાઇ
સાધુ સમાજ હિન્દુ ધાર્મિક સંસ્થાઓ અને અખાડાઓની ખેતીની જમીન અધિકાર છીનવી લેતી સરકાર, સમસ્ત સાધુ સમાજ, અખાડાના મહંતો, હિન્દુ સંસ્થાઓ દ્વારા આવતી ચુંટણીમાં રર લાખ સાધુ સમાજના લોકો મતદાનથી અલિપ્ત રહેશે તેવું ગુજરાત દશનામ ગોસ્વામી સમાજના ઉપપ્રમુખ ડો. મનીષ ગોસાઇએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું.
વધુમાં જણાવ્યું હતું કે, સનાતન ધર્મની ધરોહર સમાજ ગુજરાતના સાધુ સમાજની આઝાદી પૂર્વની જમીનો 2010 માં સાદા પરિપત્રથી રદ કરી હતી. જેથી ગુજરાતના 1,30,000 થી વધુ સનાતક ધર્મના મંદિરોના નિર્વાહકો તથા સનાતક ધર્મના 7 અખાડાઓની જગ્યાના સાધુ સંતો દ્વારા સરકાર સામે જમીન હકક, નાબુદ કરીને જળમૂળથી સનાતન ધર્મનો નાશ કરવાના આ ષડતંત્રનો પર્દાફાશ કરીને સમગ્ર ગુજરાતમાં સનાતન ધર્મ રક્ષાર્થે ધર્મસેના સંખનાદ કરશે.
સરકાર દ્વારા 1ર વર્ષથી સનાતન ધર્મની દેવ મંદિરો અને સાધુઓની જમીનોના હક નાદ કરીને જમીનો છીનવી લેવામાં આવે છે. કારણ કે ખેડુત હક નાદ થયા પછી તે ખેતીની જગ્યાના વેચાણ હકક નકકી થયેલ નથી, ખેતીની જમીનનો માલીક કબ્જેદાર ગણાશે, સરકાર ગણાશે? અથવા જમીન નો શું નિકાલ કરવો તે સરકાર જાહેર કરેલ નથી. 2010 ના પરિપત્ર થી ખેડુત હક નાબુદ કરવામાં આવ્યા તે સંપૂર્ણ પણે ગેરબંધારણીય છે. કારણ કે પરિપત્ર થી મુળ કાયદાની જોગવાઇઓ નાબુદ કરી શકાતી નથી. છતાં પણ સરકાર સનાતન ધર્મને જડમુળથી નાબુદ કરવા. હિન્દુ ધર્મના તમામ મંદિરો અને સાધુ પુજારીની જમીનો છીનવી લીધી છે.
2010 માં ચેરીટી કમિશ્નર દ્વારા એક પત્ર લખી ને તમામ કલેકટરોને કાયદા વિરુઘ્ધ સુચના આપવામાં આવેલી છે કે ગુજરાતના તમામ સનાતન ધર્મના મંદિરો આશ્રમો, અખાડાઓની જગ્યાઓમાં ચેરીટેબલ ટ્રસ્ટ એકટ પ્રમાણે નોંધણી કરવી અને સનાતન ધર્મના મંદિરોને પણ સરકારના કબજામાં લીધેલ છે. અને પુજારી તથા મહંતોને મુખ્ય ટ્રસ્ટી તરીકે માનદ ટ્રસ્ટ બનાવી માત્ર સેવા કરવાના હકક આપેલા છે. જેથી ભવિષ્યમાં આ ટ્રસ્ટો સરકાર દ્વારા સનાતન ધર્મ વિરોધી સંપ્રદાયોને સોંપીને સનાતન ધર્મના મંદિરો અને આશ્રમો ઉપર સંપ્રદાયનું આધિપત્ય સ્થાપના સતાનો બેફામ પણે દુરઉપયોગ કરીને ગુજરાતના મતદારોને હિંદુ ધર્મના નામે અને સાધુ સંતાોને ગુરુવંદનાના નામે એક સંપ્રદાયના લાંબા ગાળાના ભોગ બનાવેલ છે. અને સનાતન ધર્મ પણ નાબુદ કરવામાં આવી રહ્યા છે.
આગામી ધર્મસેના દ્વારા રાજયવ્યાપી આંદોલનનો પ્રારંભ કરાશે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં રર લાખ જેટલા સાધુ સમાજના લોકો મતદાનથી અલિપ્ત રહેશે. મતદાન કરવું એ આપણો હકક છે પણ અમારો હકક જયારે છીનવાઇ ગયો છે તેના જ કારણે આગામી વિધાનસભાની ચુંટણીમાં મતદાનથી સાધુ સમાજ અલિપ્ત રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે.