જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા તા.૨૬/૨/૨૦૧૯ને મંગળવારના રોજ સવારના ૧૦–૩૦ કલાકે જિલ્લા રોજગાર કચેરી, કલેકટર કચેરી સામે, આર. એન્ડ બી. કંમ્પાઉન્ડ સુરેન્દ્રનગર ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ વિવિધ જગ્યાઓની ભરતી કરવા સારૂ ઉપસ્થિત રહેનાર છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધોરણ–૮ પાસ થી ૧૨ પાસ, આઈ.ટી.આઈ. (કોપા) (ફકત મહિલા ઉમેદવાર), કોઈપણ સ્નાતકની લાયકાત ધરાવતા રોજગારવાંચ્છું ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના તમામ અસલ પ્રમાણપત્રો તથા બાયોડેટા (ત્રણ થી ચાર નકલમાં) સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે. આ ભરતી મેળામાં દિવ્યાંગ ઉમેદવાર માટે જગ્યા ન હોઈ, દિવ્યાંગ ઉમેદવારે હાજર રહેવું નહીં. તેમ, રોજગાર અધિકારી (જનરલ) સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
Trending
- સરકારના નવતર પ્રયોગ થકી ત્રણ વર્ષમાં 16155 કરોડનું 87607 કિલો ડ્રગ્સ ઝડપાયું
- મોબાઈલ પ્રતિબંધ પ્રાથમિક શાળાઓમાં ફરજીયાત કરાશે: શિક્ષણ મંત્રી
- છૂટાછેડા પહેલા પકડાયો યુઝવેન્દ્ર ચહલ, આ સુંદરીને કરી રહ્યો છે ડેટ!
- અરવલ્લી: આંબલીયારા ગામના યુવકે પોલીસમાં ASI તરીકે ઓળખ આપી યુવકો સાથે છેતરપિંડી કેસનો મામલો
- મહેસાણા: LCB ટીમે નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો જપ્ત કર્યો
- કેશોદ: તાલુકા પંચાયત પરિવારનો સ્નેહમિલન તેમજ ચિંતન શિબિરનો કાર્યક્રમ યોજાયો
- કેશોદ: PMJAY યોજનામાં હોસ્પિટલના દર્દીઓને લૂંટતા હોવાના આક્ષેપો આવકાર હોસ્પિટલના ડોક્ટરે કર્યા
- ગાયના છાણાની વસ્તુઓ ઓનલાઇન વેંચશે અમદાવાદ મ્યુ. કોર્પોરેશન