500 થી વધુ ખાલી પડેલી જગ્યાઓ માટે રાજ્યની અનેક મોટી કંપની જોડાશે.
અબતક, રાજકોટ
સરકાર સતત યુવાનોને રોજગારીની તકો મળતી રહે તે માટે હંમેશા પ્રયત્નશીલ અને કટિબદ્ધ છે. આ તકે જિલ્લા રોજગાર વિભાગ રાજકોટ દ્વારા આઇટીઆઈ પાસ ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળાનું આયોજન તારીખ 22 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવેલું છે. આ ભરતી મેળામાં ૫૦૦થી વધુ ઉમેદવારોને રોજગારીની તકો સાપડશે. જિલ્લા રોજગાર કચેરી રાજકોટ દ્વારા દર સપ્તાહમાં એક વખત આ પ્રકારના રોજગાર ભરતી મેળોનું આયોજન કરવામાં આવતું હોય છે. આ પ્રકારના ભરતી મેળાનું આયોજન થઈ રહ્યું છે તેનું મુખ્ય કારણ તે છે કે જે યુવાનોને રોજગારીની તકો હજુ સુધી મળી નથી તેઓ ને રોજગારી મળે અને તેઓ પણ પોતાની જાતને સુરક્ષિત કરી શકે.
આયોજિત રોજગાર ભરતી મેળો તદ્દન નિઃશુલ્ક, વધુને વધુ ઉમેદવારો જોડાઈ એ જરૂરી
આ મુદ્દાને ધ્યાને લઇ રાજકોટ જિલ્લા રોજગાર કચેરી દ્વારા એક વિશેષ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ ભરતી મેળામાં રાજકોટની 6 અને અમદાવાદની 2 કંપનીઓ રોજગાર મેળામાં આવશે, અને ઉમેદવારોનું અવલોકન અને મૂલ્યાંકન કરી તેમની પસંદગી હાથ ધરાશે. તરફ જિલ્લા રોજગાર કચેરી એ તે અંગે પણ માહિતી આપી હતી કે જે ઉમેદવારો ભરતીમેળામાં જોડાયેલા છે તેમના માટે આ ભરતી મેળોનું આયોજન તદન નિશુલ્ક કરાયું છે. બીજી તરફ જે વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ અથવા તો એપ્રેન્ટીસશીપ કરવા માંગતા હોય તેમના માટે પણ ભરતીમેળામાં વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
સ્ટાર નો બીજો મોટો લક્ષ્ય એ છે કે પુરુષોની સાથે મહિલાઓ પણ વાલમ બી બને તે માટે તેમના માટે પણ ભરતી મેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેમાં મહિલાઓ એક્ટિવ રૂપે સહભાગી થઈ શકે. આ તબક્કે અને યુવાનો અને વિદ્યાર્થીઓ આઈટીઆઈ અને કોમ્પ્યુટરના ટેકનિકલ કોર્સ કરી રહ્યા છે ત્યારે તેમને સુચારુ રૂપથી રોજગારી મળી રહે તે માટે સરકાર દ્વારા વિવિધ પગલાઓ ના ભાગરૂપે આ ભરતી મેળો આયોજિત કરવામાં આવ્યો છે ત્યારે જિલ્લા રોજગાર કચેરી નું માનવું છે કે આ ભરતી મેળામાં વધુને વધુ લોકો જોડાય અને આ મેળાનો લાભ લઈએ.
સૌરાષ્ટ્રના નોકરી વાછુંકો માટે રોજગારી મેળવવાની ઉત્તમ તક : ચેતનભાઈ દવે
રાજકોટ જિલ્લા રોજગાર અધિકારી ચેતનભાઈ દવે અબતક સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, સરકારના માર્ગદર્શન હેઠળ જે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તેનાથી સૌરાષ્ટ્રના નોકરી વાંછુકો માટે રોજગાર મેળવવા માટેની ઉત્તમ તક સાંપડી છે. બીજી તરફ જે કંપનીઓ આ ભરતી મેળામાં આવશે તેમાં થયેલા ઉમેદવારો અને ખૂબ જ ઉજળી તક મળશે અને તેઓ તેમનો વિકાસ પણ કરી શકશે પરંતુ હાલ માત્ર જરૂરિયાત એ છે કે ઉમેદવાર વધુને વધુ આ ભરતી મેળામાં સહભાગી થાય. રોજગાર અધિકારી એ એ અંગે પણ જણાવ્યું હતું કે હાલ સૌરાષ્ટ્રના જે યુવાધન છે તેની માંગ ગુજરાત તરફ ખૂબ જ વધુ છે ગુજરાત કે જ્યાં ગોલ્ડન કોરીડોર છે તે આ સૌથી મોટા યુનિટો આવેલા છે અને તે યુનિટોમાં સૌરાષ્ટ્રનું યુવાધનની મહત્વતા ખૂબ જ વધુ છે ત્યારે સરકારની સુચના મુજબ જે ભરતી મેળાનું આયોજન થતું હોય તેમાં વિદ્યાર્થીઓ અને નવયુવાનોએ મોટી સંખ્યામાં સહભાગી થવું જોઈએ