નેશનલ કેરીયર સર્વિસ મોડેલ કેરીયર સર્વિસ અને રોજગાર કચેરી રાજકોટના સંયુકત ઉપક્રમે આયોજન
રાજકોટમાં આઈ.ટી.આઈ. ખાતે નેશનલ કેરીયર સર્વિસ, મોડેલ કેરીયર સર્વિસ અને રોજગાર કચેરીના સંયુકત ઉપક્રમે મેગા જોબ ફેરનું આયોજન કરાયું હતું. જેમાં ૨૦૦૦ જેટલા યુવાનોએ લાભ લીધો હતો. જયારે ૫૦થી પણ વધુ કંપનીએ યુવાનોને રોજગારીની તક પુરી પાડી હતી.મેગા જોબ ફેરમાં રાજકોટ શહેર સહિત ઉપલેટા, ગોંડલ, જૂનાગઢ વગેરે ગામથી યુવાનો રોજગારી મેળવવા માટે આવ્યા હતા અને રોજગારી મેળવી ખુશી અનુભવી હતી. સામાન્ય રીતે એક ઈન્ટરવ્યુ આપવા જવા માટે એક દિવસ યુવાનોને મળતો હોય છે. પરંતુ રોજગાર કચેરીના મેગા જોબફેરના આયોજનથી યુવાનોએ એક જ દિસવમાં વધુમાં વધુ કંપનીમાં ઈન્ટરવ્યું આપ્યા હતા અને મનપસંદ જોબ મેળવી હતી.આઈ.ટી.આઈ.માં યોજાયેલા મેગા જોબ ફેરમાં ધોરણ ૧૦ ધોરણ ૧૨ અને સ્નાતક સુધીના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી બે અલગ બીલ્ડીંગમાં જોબફેરનું આયોજન કરાયું હતું. સામાન્ય રીતે યુવાનોને ઈન્ટરવ્યુ આપવાની પણ તકલીફ પડતી હોય છે પરંતુ અહીં વધુ જગ્યાઓના ઈન્ટરવ્યુ આપ્યા બાદ તેઓમાં આત્મવિશ્ર્વાસ વધે છે અને યોગ્ય નોકરીની તક ઝડપી શકે છે.જોબફેરમાં એમ્પલોયીઝ ક્ધસલટન્સી, એલ.આઈ.સી., ઈન્સપાયર બીઝનેસ સોલ્યુશન, ભારતી અકશા, એસબીઆઈ લાઈફ ઈન્સ્ટોરન્સ, કે વર્લ્ડ, યુરેકા ફોબર્સ, ઝીન્ડેઝ સોલ્યુશન, શ્રીરામ રીક્રુરમેન્ટ ક્ધસલ્ટન્સી, એરટેલ, ખીમજી રામદાસ ઈન્ડિયા પ્રાઈવેટ લીમીટેડ જેવી કંપની સહિત ૫૦થી પણ વધુ કંપનીઓએ યુવાનોને રોજગારી પુરી પાડી હતી.મદદનીશ નિયામક રોજગાર કચેરીના અધિકારી સી.કે.મારડીયાએ જણાવ્યું હતું કે, રોજગાર મેળો અનેક યુવાનોને રોજગારી પુરી પાડે છે. દર વખતની જેમ આ વખતે પણ મોટી સંખ્યામાં યુવાનોએ લાભ લીધો છે. ત્યારે યુવાનો માટે જોબફેરમાં વ્યવસ્થીત રીતે તેની પસંદગીની નોકરી મેળવી શકે એવો હેતું રાજય સરકારનો રહ્યો છે અને તમામ યુવાનો માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. ગોંડલના જાડેજા મોનીકાએ રોજગાર કચેરીનો આભાર માનતા જણાવ્યું હતું કે, ખરેખર સરકારનું જોબફેરના કાર્ય અને ઉપયોગી નીવડયું છે મને એચટીએલ બીઝનેસમાં કોમ્પ્યુટર ઓપરેટરની નોકરી મળી છે. જેથી મને ખુશી છે અને વારંવાર જોબફેર યોજાય તેવી આશા રાખુ છું