મહિલાઓએ એકત્ર કરેલી ૩૧૭૦ મણ લીંબોડીની વેપારીઓએ ખરીદી કરી
ગુજરાતના જાણીતા ગાંધીવાદી સાહીત્યકાર સ્વ. મનુભાઇ પંચોલી દર્શક ની સ્મૃતિમાં દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ પાટડી દ્વારા ચલાવવામાં આવતા દર્શક મહીલા આજીવિકા પુન:સ્થાપન કાર્યક્રમ અંતર્ગત સંસ્થાના પ્રમુખ રામચંદ્રભાઇ પંચોલી દ્વારા પાટડી શંખેશ્ર્વર અને બેચરાજી તાલુકાના ૧પ ગામોમાંથી ગરીબ મહીલાઓ પાસે ૩૧૭૦ મણ લીંબોળી એકત્ર કરાવી ૫,૦૭,૨૦૦/- રૂપિયાની રોજગારી ભાભરના સ્થાનીક વેપારીઓના સહકારથી અપાવવામાં સફળતા મેળવી છે. ગરીબ મહીલાઓને રોજગાર આપવવવાના શુભ આશયથી પરીમલભાઇ દેસાઇએ મૈત્રી ટ્રસ્ટ-સુરત દ્વારા બહેનો પાસેથી રોકડ ભાવ આપી લીંબોળી ખરીદ કરવા એક લાખની વગર વ્યાજની લોન આપી સૌને પ્રોત્સાહીત કર્યા. ભાભરના સ્થાનીક વેપારીઓએ ગરીબ બહેનોને મદદરુપ બનવાની ભાવનાથી લીંબોળીની ગુણવત્તા અનુસાર બજારભાવ કરતા એક મણે પાંચથી દસ રૂપિયા નો વધારે ભાવ આપી લીંબોળી ખરીદ કરી માનવતાની સરાહનીય કામગીરી કરી છે.