માત્ર રોજગારી જ કાફી નથી. લાયકાત મુજબની રોજગારી આવશ્યક છે. માત્ર કોઈને તેના નિભાવ ખર્ચ જેટલું વેતન આપીને કામે રાખી લેવા તેનાથી રોજગારી હટી તેવું બિલકુલ ન કહી શકાય. પણ તે વ્યક્તિ વેતનથી સધ્ધર થઈ શકે, ગરીબી રેખાની બહાર નીકળી શકે તો ખરા અર્થમાં તેને રોજગારી મળી કહેવાય.
અત્યારે એમ્પ્લોયમેન્ટ અને અનએમ્પ્લોયમેન્ટ વચ્ચે અન્ડર એમ્પ્લોયમેન્ટ ફસાયું છે. એટલે કે કોન્ટ્રાક્ટબેઇઝ કર્મચારીઓ. આ કર્મચારીઓ પાસે કામ પૂરું લેવામાં આવે છે. પણ વેતન હમેશા કર્મચારીઓમાં અસંતોષ ઉભો કરે છે.
ક્લાર્કની ડબલ ડિજિટની જગ્યા માટે ચારથી પાંચ ડિજિટમાં ઉચ્ચ અભ્યાસ ધરાવતા ઉમેદવારો રસ દાખવે તે સ્થિતિ દયનિય
દેશના અર્થતંત્રને પાંચ મિલિયન અમેરિકન ડોલરનું કદ આપવાનું લક્ષ્ય સાધવા માટે અનેક દિશાઓમાં તબક્કાવાર રીતે પરિણામદાયી કામગીરીના શ્રીગણેશ થઈ ચૂકયા છે ખેતી, ઔદ્યોગિક વિકાસની સાથે સાથે હવે રોજગારી થી લઈને નીકાસને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે સામાજિક આર્થિક ઉન્નતિ માટે માત્ર બેરોજગારીનો દર ઓછો કરવા પૂરતી કામગીરી સીમિત રાખવી ન જોઇએ સેવાના શ્રમજીવી સુધીના નાગરિકોની રોજની આવકની સાથે સાથે આર્થિક સધ્ધરતા અને કાયમી આર્થિક સલામતી ની પરિસ્થિતિનું નિર્માણ કરવું પણ અનિવાર્ય બન્યું છે.
હાલના સમયમાં માત્ર બેરોજગારોને થોડું વેતન મળી જાય. તેવા પ્રયાસો થઈ રહ્યા છે. પણ ખરેખર આ રોજગારી નથી. બીજી વાત એ કે ક્લાર્કની ડબલ ડિજિટની જગ્યા માટે ચારથી પાંચ ડિજિટમાં ઉચ્ચ અભ્યાસ ધરાવતા ઉમેદવારો રસ દાખવે તે સ્થિતિ દયનિય છે. લાયકાત મુજબ રોજગારી ઓછી મળી રહી છે. જેની પાછળ ક્યાંકને ક્યાંક આપણું શિક્ષણ પણ જવાબદાર છે. સ્કિલ બેઇઝ શિક્ષણના અભાવે આ સમસ્યા ઉદભવી રહી છે. એટલે પ્રથમ તો સરકારે સ્કિલ બેઇઝ શિક્ષણ ઉપર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.