મ્યુનિસિપલ કમિશ્નરનો પરિપત્ર ચુસ્ત અમલવારી કરવા શાખા અધિકારીઓની જવાબદારી ફિકસ
વય નિવૃતિ બાદ પણ કોર્પોરેશનમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને તાત્કાલીક અસરથી છુટા કરી દેવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા આજે પરિપત્ર પ્રસિઘ્ધ કરાયો છે તમામ શાખા અધિકારીઓએ આ પરિપત્રનો ચુસ્ત સમય કરાવવાનો રહેશે.
રાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વખતો વખત ટેકનીકલ-નોન ટેકનીકલ જગ્યાઓ પર સરકારની પૂર્વ મંજુરી મેળવ્યા બાદ સરકારી અધિકારી-કર્મચારીઓને વય નિવૃતિ બાદ નિમણુંક આપવા બાબતે સુચનાઓ આપવામાં આવી છે.
ઠરાવ અન્વયે સરકારના ઘ્યાને આવેલ છે કે અમુક વિભાગો દ્વારા સરકારની પૂર્વ મંજુરી મેળવ્યા વિના વયનિવૃત અધિકારી-કર્મચારીઓની નિમણુંક કરવામાં આવે છે કે તેમની પાસેથી કામગીરી લેવામાં આવેછે. ઠરાવની જોગવાઇઓને ઘ્યાને લેતા રાજકોટ મહાનગરપાલિકાના વયનિવૃતિ થયેલ અધિકારી-કર્મચારીઓને કોઇપણ સ્વરુપે (કરાર આધારિત, આઉટ સોસિંગ, ઓનેરેરીયમ કે અન્ય કોઇપણ સ્વરુપે નાણાકીય લાભ આપીને) કોઇપણ શાખામાં નિમણુંક ન આપવા અને જો કોઇ અધિકારી-કર્મચારીઓને ઉકત કોઇપણ સ્વરુપે નિમણુંક આપવામાં આવેલ હોય તો આવી નિમણુંકનો તાત્કાલીક અસરથી અંત લાવવાનો રહેશે અને તેની જાણ મહેકમ શાખાને કરવાની રહેશે.પરિપત્રની અમલવારી રાજકોટ મહાનગરપાલિકામાં કરવા અને આ અંગે તકેદારી રાખવા આથી તમામ શાખાધિકારીઓને પરિપત્રત કરવામાં આવે છે. સુચનાઓનું અમલીકરણ ન થાય તેવા કિસ્સામાં લગત શાખાના વડાની અંગત જવાબદારી નકકી કરવામાં આવશે. પરિપત્રનો ચુસ્તપણે તાત્કાલીક અસરથી અમલ કરવા તાકીદ કરાય છે.