ગુજરાત ખેડૂત સમુદાય ના વિશાળ હિતમાં અને બજાર સમિતિ ના વહીવટમાં પારદર્શિતા જળવાય તેવા હિત થી બજાર ધારા સુધારાઓને કર્મચારી આવકારે છે આ અંગે બજાર સમિતિ ઇડર સેક્રેટરીશ્રી ઇન્દ્રજીતસિંહ ચંપાવતના જણાવ્યા મુજબ આ સુધારા થકી બજાર સમિતિના કર્મચારીઓના હિત ઉપર પ્રતિકૂળ અસરો નું સર્જન થશે બજાર સમિતિઓએ જે કાર્ય બજાવે છે તે રાજ્ય સરકારનો એક ભાગ છે અને બજાર સમિતિઓને કાયદાથી સ્વાયત સંસ્થાઓ ને કાનૂની દરજ્જો મળેલ છે અને નિયામકશ્રી ખેત બજાર ગાંધીનગર ની માર્ગદર્શિકા મુજબ ભરતી થયેલ છે
જેથી બજાર સમિતિના કર્મચારીઓના આર્થિક રીતો જાળવવાની અને નોકરીની સંપૂર્ણ સલામતી પૂરી પાડવી મેં રાજ્ય સરકારની ફરજનો એક ભાગ છે એવું અમારું માનવું છે બજાર સમિતિના કર્મચારીઓના સેલેરી પ્રોટેક્શન તથા નોકરીની સલામતી અંગે રજૂઆતો અમારી કર્મચારી સંઘ દ્વારા કરવામાં આવેલ છે આમ છતા કોઇ પ્રત્યુત્તર ન મળતા કર્મચારી સંઘના આદેશાનુસાર બજાર સમિતિના કર્મચારીઓએ ત્રણ દિવસ માટે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરવાની ફરજ પડેલ છે આમ છતાં કોઇ ઉકેલ ન આવે તો હજુ ઉગ્ર કાર્યક્રમો આપવાની ચીમકી આપી હતી