રાજકોટ મહાનગરપાલિકાના વર્ગ-1 થી 4 સુધીના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓને ડિઝાસ્ટર/એપેડેમીક રિસ્પોન્સ અંગેની તાલીમનો કાર્યક્રમ ત્રણેય ઝોનમાં યોજવામાં આવી હતી. આ તાલીમમાં આગ, પુર-હોનારત, ધરતીકંપ જેવી કુદરતી આપદા સમયે સ્વ.બચાવ તેમજ અન્ય લોકોના બચાવ માટે કઈ રીતે કાર્યવાહી કરવી તે અંગેની વિસ્તૃત માહિતી/ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવી હતી.
જેમાં ફાયર સ્ટેશનનાં સ્ટેશન ઓફિસર જુનેજા, વિગોરા અને ગઢવી દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા નાયબ પર્યાવરણ ઇજનેર તેમજ તેની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.