ભાજપની જન આશીર્વાદ યાત્રાના ઝંડા-ઝંડી લગાડતા મહાનગરપાલિકાના કર્મચારીઓ સામે ફોજદારી ફરિયાદ કરવા અને પગલા લેવા અંગે ની રજૂઆત કરતા પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત અને વિપક્ષીનેતા ભાનુબેન સોરાણી દ્વારા કરાય છે.
શહેરની અંદર ભાજપ પક્ષ દ્વારા જન આશીર્વાદ યાત્રા કરવાની હોય તે યાત્રા ની પૂર્વ તૈયારી માટે રાજકોટ શહેરની અંદર ભાજપે સરકારી મિલકતો ઉપર પોતાના પક્ષના ઝંડા-ઝંડી અને બેનરો લગાડેલ છે અને તે ઝંડા-ઝંડી અને બેનરો જગ્યા રોકાણ શાખાના કર્મચારી અને રોશની વિભાગની ગાડી સાથે કોર્પોરેશનના વીજળીના થાંભલાઓ ઉપર ઝંડા ઓ લગાડી રહ્યા હતા ત્યારે શહેર કોંગ્રેસના કાર્યકર ગોપાલભાઈ ચાવડા ત્યાંથી નીકળતા તેઓએ આ કર્મચારીઓને પૂછપરછ કરેલ અને તેના પુરાવા રૂપે એક વિડીયો પોતાના મોબાઈલમાં ઉતારેલ અને આ કર્મચારીઓને વિડીયો ઉતરતા-ઉતરતા તેઓને પૂછતાં કે તમે કોર્પોરેશનના કર્મચારીઓ છો ? કે ભાજપના કાર્યકરો છો ? ત્યારે તે લોકોએ જવાબમાં જણાવેલ છે કે અમો જગ્યા રોકાણ શાખાના કર્મચારીઓ છીએ તેવું તેઓએ જણાવી સ્વીકારેલ છે અને કોર્પોરેશનના કર્મચારી હોવાની ઓળખ આપેલ છે.
ભારતીય બંધારણ મુજબ અને બી.પી.એમ.સી. એક્ટ અને સરકારી કર્મચારીના નીતિનિયમો મુજબ કોઈપણ કર્મચારી કોઈપણ રાજકીય પક્ષનું કામ ન કરી શકે અને સરકારી વાહન નો ઉપયોગ પણ ન કરી શકે તેમ છતાં આ કર્મચારીઓએ આવું ગેરકાયદેસર કામ કરેલ હોય તેઓની સામે તાત્કાલિક પગલા ભરવામાં આવે અને જો તેઓ સરકારી કર્મચારી ન હોય તો તેઓની સામે ફોજદારી રહે પગલા લેવા જોઈએ. કારણકે, ખોટી ઓળખ આપી હોય તે ગુન્હાનો એક ભાગ જ છે અને આ કર્મચારીઓને કયા અધિકારી અને પદાધિકારીએ સુચના આપી છે જે રાજકોટ મહાનગરપાલિકાના નામ વાળી ગાડી વાપરવામાં આવેલ છે ત્યારે આ તમામ હકીકતો, પુરાવાઓ ધ્યાને રાખીને તમામની સામે પગલા લેવા અને ફોજદારી ફરિયાદ પણ કરવા મહેશભાઈ રાજપૂતે અને ભાનુબેન સોરાણીએ રજૂઆત કરી છે.