સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના દૂધ ઉત્પાદકોની પોતાની ડેરી એવી માહી મિલ્ક પ્રોડ્યૂસર કંપની દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે તા.2 ઓક્ટોબર, રવિવારના રોજ રાજકોટના ભકિતનગર રેલવે સ્ટેશન ખાતે સ્વચ્છતાના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ રેલવે કર્મચારીઓએ સફાઈ કાર્યક્રમમાં જોડાઇને રેલવે સ્ટેશનમાં સફાઈ કાર્ય કરી સમગ્ર સ્ટેશનને કચરામુક્ત કર્યું હતું.
આ રાષ્ટ્રીય અભિયાનના કાર્યક્રમમાં માહી કંપનીના ચીફ એક્ઝિકયુટિવ ડો.સંજય ગોવાણીની આગેવાની હેઠળ કંપનીના તમામ કર્મચારીઓ, અધિકારીઓ વગેરેએ ઉપસ્થિત રહી સ્વચ્છતા કાર્ય હાથ ધરી લોકોને કચરો કચરા પેટીમાં જ નાંખવા અનુરોધ કર્યો હતો. આ અંગે કંપનીના ચીફ એકિઝકયુટિવ ડો.સંજય ગોવાણીએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીએ આપેલા સ્વરછતાના સંદેશને આપણે આપણા દૈનિક જીવનના ભાગ સાથે વણી લેવો જોઈએ. કચરો જ્યાં ત્યાં નાંખીને આપણે જ આપણા સ્વાસ્થ્ય માટે ખતરો ઉભો કરી રહ્યા છીએ ત્યારે આપણે આપણી રાષ્ટ્રીય ફરજ સમજીને કચરાનો નિકાલ યોગ્ય જગ્યાએ કરીએ તે આજના સમયની માંગ છે.