કર્મચારી આરોગ્ય વિમામાં ઉદ્યોગો અને કર્મચારીઓના યોગદાનની રકમ 6.5 ટકાથી ઘટાડીને 4 ટકા કરાય: 1લી જુલાઈથી નવો નિર્ણય અમલી બનશે
કેન્દ્ર સરકારના કર્મચારી વિમા નિગમ દ્વારા કર્મચારી આરોગ્ય વિમા યોજનામાં ઉદ્યોગકારો અને કર્મચારીઓ દ્વારા અપાતા યોગદાનમાં કાપ મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. ઉદ્યોગકારો અને કર્મચારીઓ આરોગ્ય વિમા યોજનામાં હાલમાં 6.5 ટકા યોગદાન આપવું પહે છે. તેમા ઘટાડો કરીને 4 ટકા કરવામાં આવ્યું છે. નિગમના આ નિર્ણયથી કંપનીઓને દર વર્ષે 5000 કરોડ રૂા.નો સીધો ફાયદો થશે શ્રમમંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે આ યોગદાનમાં ઘટાડેલા દરનો અમલ 1 લી જુલાઈ 2019થી કરાશે જેનો લાભ 3.6 કરોડ કર્મચારીઓ તથા 12.85 લાખ ઔદ્યોગીક કંપનીઓને થશે.
મંત્રાલયની જાહેરાતમાં જણાવાયું છે.કે સરકારે ઈએસઆઈ કાયદા અંતર્ગત એક ઐતિહાસીક પગલુ ભરીને યોગદાનના દર 6.5થી ઘટાડીને 4.10 કરાયો છે. જેમાં ઉદ્યોગકારોનું યોગદાન 4.75%થી ઘટાડીને 3.25% અને કર્મચારીઓનું યાગેદાન 1.75%થી ઘટાડીને 0.75% કરવાનો નિર્ણય લેવાયો છે.
સરકારના આ કદમથી ઓછામાં ઓછા 12.85 લાખ લાભાર્થીઓને 3,6 કરોડ કર્મચારીઓને ફાયદો થશે વર્ષ 2018-19માં ઈએસઆઈ યોજનામાં આ બંને દ્વારા રૂા.22.279 કરોડ જમા કરાવ્યા હતા જેનાથી એ સ્પષ્ટ થાય છે કે પ્રિમીયમના દરોમાં ઘટાડાથી આ કંપનીઓને વાર્ષિક ઓછામાં ઓછા 5000 કરોડની બચતનો લાભ થશે યોગદાનનો દર ઘટતા કર્મચારીઓને મોટી રાહત થશે અને તેનાથી વધુ કર્મચારીઓને આ યોજનાનો આર્થિક બોજ હળવો બનશે. કર્મચારી રાજય વિમા અધિનિયમ 1948 અંતર્ગત વિમો લેનારા વ્યકિતઓને આરોગ્ય, રોકડ, માતૃત્વ, અનાથ અપંગ અને આશ્રિત સ્થિતિમાં વિમાનો લાભ મળે છે. ઈએસઆઈ કર્મચારી રાજય વિમા નિગમ અંતર્ગત ઉપલબ્ધ કરવામાં આવેલા લાભો કર્મચારી દ્વારા કરવામાં આવેલા યોગદાનના માધ્યમથી ચાલે છે. સરકાર દ્વારા આ યોજનાના માધ્યમથી સામાજીક સુરક્ષામાં વધુને વધુ લોકોને જોડી આ યોજનામાં કામદારો અને સંસ્થાઓને 2016 જૂનથી 2017 દરમિયાન રાજયનાં તમામ જિલ્લામાં નોંધણીથી આવરી લેવાયા છે. આ યોજના માટે આવક મર્યાદામાં માસીક પદર હજારમાંથી રૂા.21000નો સ્લેપ જાન્યુઆરી 2017 થક્ષ અમલમાં લાવવામાં આવ્યો છે.